Mahisagar : ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટીમાં શરૂ થયો ભરતી મેળો, જાણો કોણે કેસરિયો કર્યો ધારણ?


  • Published By :
  • Published Date : 2023-09-25 17:01:49

થોડા સમય બાદ લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી યોજાય તે પહેલા રાજકીય પાર્ટીઓમાં ભરતી મેળો  શરૂ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. પોતાની પાર્ટી છોડી નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. ત્યારે મહીસાગરમાં આમ આદમી પાર્ટી અને NCPમાં મોટું ભંગાણ થયું છે. મહીસાગરમાં આમ આદમી પાર્ટી તેમજ એનસીપીને મોટો ફટકો પડ્યો છે. 2022 વિધાનસભા ચૂંટણીના ઉમેદવારે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. પોતાના કાર્યકરો સહિત ભાજપમાં આમ આદમી પાર્ટીના તેમજ એનસીપીના નેતા જોડાયા છે.  


આમ આદમી પાર્ટી અને એનસીપીને પડ્યો મોટો ફટકો 

ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટીઓમાં ભરતી મેળો શરૂ થઈ જતો હોય છે. પક્ષપલટો કરી નેતાઓ બીજી પાર્ટીમાં જોડાઈ જતા હોય છે. ત્યારે મહીસાગરમાં જેમને આમ આદમી પાર્ટીએ વિધાનસભામાં પોતાનો ચહેરો બનાવ્યો હતો મતલબ કે જે ઉમેદવાર હતા તેમણે આમ આદમી પાર્ટીનો ખેસ ફાડી દીધો છે. પોતાના કાર્યકર્તાઓ સાથે તેમણે કેસરિયો ધારણ કર્યો હતો. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પ્રમુખના સત્કાર સમારોહમાં આપના અને એનસીપીના નેતા કેસરિયા રંગે રંગાયા હતા. 


ચૂંટણી નજીક આવતા પાર્ટીમાં શરૂ થશે ભરતી મેળો!

સંતરામપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડેલા પર્વત વાગડીયા સહીત ખાનપુર તાલુકા પંચાયતના કારંટા બેઠકના આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયત સભ્ય અરવિંદ પટેલ પણ ભાજપમાં જોડાયા હતા. ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોર્ધન ઝડફિયા, મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોર અને પ્રભારી મંત્રી બચુંભાઈ ખાબડ સહિત પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. મહત્વનું છે કે જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ અનેક નેતાઓ પક્ષપલટો કરશે. જે પાર્ટી માટે તેમણે અપશબ્દો કહ્યા હતા તે જ પાર્ટીમાં ચૂંટણી નજીક આવતા નેતાઓ જોડાઈ જતા હોય છે.   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે