મહીસાગરમાં 16 વર્ષની સગીરા પર દુષ્કર્મના કેસમાં દોષિતને 20 વર્ષની સજા, ત્રણ લાખનો દંડ


  • Published By :
  • Published Date : 2023-06-22 22:29:28

મહીસાગર જિલ્લામાં 16 વર્ષની સગીરા પર થયેલા દુષ્કર્મના કેસમાં જિલ્લા કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે. સંતરામપુર તાલુકાના નાનસલાઈ ગામના આરોપી મુકેશભાઈ રમેશભાઈ માલીવાડને કોર્ટે ફટકારી સજા ઉપરાંત રૂ. 3 લાખનો દંડ ચૂંકવવાનો આદેશ કર્યો છે.


પોકસો એક્ટ હેઠળ કાર્યવાહી


મહીસાગર જિલ્લામાં 16 વર્ષની સગીરાને લગ્નની લાલચે લલચાવી ફોસલાવી આરોપી ભગાડી ગયો હતો. આરોપીએ 16 વર્ષની સગીરા પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. જો કે ત્યાર બાદ આરોપી વિરુદ્ધ સંતરામપુર પોલીસ મથકમાં વર્ષ 2020 માં પૉક્સો એક્ટ હેઠળ ફરિયાદ  નોંધાઈ હતી. આરોપી મુકેશભાઈ રમેશભાઈ માલીવાડની પોલીસે ધરપકડ કરી હતી.


કોર્ટે ફટકારી આકરી સજા


બળાત્કારના આરોપીને કોર્ટે 20 વર્ષની આકરી સજા સંભળાવવાની સાથે-સાથે ભોગ બનનાર સગીરાને મહીસાગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ત્રણ લાખ રૂપિયા ચૂકવવા આદેશ કર્યો હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે