Mahisagar : ગાડીમાં કેશ લઈને નિકળેલા ICICI બેન્કના મેનેજરની કરાઈ હત્યા! ગાડી સળગાવી અને પછી ગોળી મારી, કિલોમીટર દૂરથી મળ્યો મૃતદેહ


  • Published By :
  • Published Date : 2023-10-05 10:45:14

મહીસાગરના સંતરામપુરથી જે ઘટના સામે આવી છે તે હચમચાવી દે તેવી છે. ગઈકાલે લુણાવાડા સંતરામપુર રોડ ઉપર એક ગાડી બળેલી હાલતમાં મળી આવી હતી. સળગેલી ગાડીની જાણ પોલીસને કરવામાં આવી. પોલીસે આવીને તપાસ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું કે આ ગાડી આઈસીઆઈસીઆઈ બેન્ક મેનેજર વિશાલ પાટીલની છે.  બાલાસિનોરના ICICI બેંકના મેનેજર વિશાલ પાટીલ પોતાની સાથે 1.18 કરોડ રૂપિયા લઈને કારમાં નીકળ્યા હતા. ગાડીમાં ન તો કેશના અવશેશો મળ્યા ન તો મૃતદેહના. આ મામલે પોલીસે મેનેજરના મૃતદેહને શોધવાની તજવીજ હાથ ધરી. મેનેજરની લાશ ઘટના સ્થળથી 20 કિમી દૂર ડાયાપુર ગામેથી મળી આવી. ગોળી મારીને મેનેજરની હત્યા કરવામાં આવી છે. 



સળગેલી હાલતમાં ગાડી મળી આવતા પોલીસે આરંભી હતી તપાસ   

સંતરામપુર તાલુકાના સરસણ આઉટ પોસ્ટના ગોધર ગમ નજીક આવેલા મેઈન રોડ પર એક ગાડી સગળેલી હાલતમાં જોવા મળી હતી. આ સળગેલી ગાડી ICICI બેન્કના મેનેજરની હોય તેવી માહિતી સામે આવી હતી. મેનેજર પોતાની સાથે કરોડો રૂપિયા લઈને નિકળ્યા હતા તેવી પણ વાત સામે આવી હતી. આ મામલાની જાણ પોલીસને કરવામાં આવી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોંચી તપાસ આરંભી હતી. સળગેલી ગાડીમાં મૃતદેહના કોઈ અવશેશો મળ્યા ન હતા. પોલીસે ગાડીની વિગતો ઉપરથી આ ગાડી મેનેજરની છે તેવી જાણકારી પ્રાપ્ત કરી લીધી અને મેનેજરને શોધવાની તજવીજ હાથ ધરી. મેનેજનર વિશાલ પાટીલ ક્યાં છે તેની જાણકારી પોલીસ પાસે ન હતી. 


અનેક કિલોમીટર દૂરથી મળી આવ્યો મેનેજરનો મૃતદેહ 

પોલીસે આ અંગે આગળ તપાસ હાથ ધરી અને આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે વિશાલ પોતાની સાથે એક કરોડથી વધુ રકમ લઈ દાહોહની બ્રાન્ચમાં જમા કરાવા જઈ રહ્યા હતા. ફોન નંબરના આધારે બેન્ક મેનેજરને શોધવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી. પોલીસે ફોનને ટ્રેક કર્યો. અને ઘટના સ્થળથી અનેક કિલોમીટર દૂર બેન્ક મેનેજરનો ફોન ટ્રેક થયો. આ બાદ પોલીસ ત્યાં પહોંચી તો ફોનની સાથે મેનેજર વિશાલનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.  

(આરોપીનો ફોટો)

આરોપીએ મેનેજરને મારી હતી ગોળી!

પોલીસ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. આ ઘટનામાં મહત્વની વાત એ છે કે બેન્ક મેનેજરનું મોત ગોળી મારીને કરવામાં આવ્યું છે. પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં આરોપીને શોધી કાઢ્યો છે અને તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. મહીસાગર પોલીસે આરોપી પાસેથી દેશી કટ્ટા સહિત કેશ પર રિકવર કરી લીધી છે. પોલીસ આ મામલે આરોપીની પૂછપરછ કરી રહી છે અને એવી પણ માહિતી સામે આવી છે કે આરોપીની ધરપકડ કરી લેવામાં  આવી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે