ભારતનું કફ સિરપ બાળકોના મૃત્યુનું કારણ નથી બન્યું? ગામ્બિયા સરકારે કરી સ્પષ્ટતા


  • Published By :
  • Published Date : 2022-11-02 21:40:30


ભારતીય ફાર્મા કંપનીના કફ સિરપથી 66 બાળકોના મોત થયા તે મુદ્દે ગામ્બિયાની મેડિસિન્સ કંટ્રોલ એજન્સીએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે ભારતીય કંપનીના કફ સિરપથી બાળકોના મોત થયા હોવાની હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. આ પછી મેઇડન ફાર્માએ પણ નિવેદન જાહેર કર્યું છે.


ભારતીય કંપની મેઇડન ફાર્માએ નિવેદન જારી કર્યું


મેઇડન ફાર્માએ પણ એક સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું છે કે ધ ગામ્બિયાએ હજુ સુધી બાળકોના મૃત્યુનું કારણ શું હતું તેની પુષ્ટિ કરી નથી. WHO દ્વારા મેઇડન ફાર્મા કંપનીના ત્રણ કફ સિરપ અંગે એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ જ કંપનીના કફ સિરપને કારણે ગામ્બિયામાં 66 બાળકોના મોત થયા હતા. જોકે, હવે ગામ્બિયાની મેડિસિન્સ કંટ્રોલ એજન્સીએ કહ્યું છે કે કફ સિરપથી બાળકોમાં કિડનીને નુકસાન થયું હોવાની પુષ્ટિ થઈ નથી. 


મેઇડન ફાર્માએ ઘણી બધી બાબતો જણાવી છે. કંપનીએ કહ્યું કે તે સ્થાનિક બજારમાં કંઈ પણ વેચી રહી નથી. આ સિવાય તે તેનો કાચો માલ પ્રમાણિત અને પ્રતિષ્ઠિત કંપનીઓ પાસેથી જ ખરીદે છે. કંપનીએ કહ્યું કે સીડીએસસીઓના અધિકારીઓએ પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને ટેસ્ટ માટે દવાઓના સેમ્પલ એકત્ર કર્યા હતા. કંપની તપાસના રિપોર્ટની રાહ જોઈ રહી છે.


સમગ્ર મામલો શું હતો 


વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યુ હતું કે, તે મેડ ઇન ઇન્ડિયા કફ સીરપની તપાસ કરી રહ્યુ છે. આ કફ સીરપ પીવાથી ગામ્બિયામાં 66 બાળકોના મોત નીપજ્યા છે. એવું કહેવાઈ રહ્યુ છે કે, ભારતની મેડેન ફાર્માસ્યૂટિકલ્સ કંપનીએ ચાર કફ એન્ડ કોલ્ડ સીરપ બનાવ્યા હતા. તેનાથી જ આ મોત થઈ છે.WHOએ ટ્વીટ કર્યુ હતુ કે, WHOએ મેડિકલ પ્રોડક્ટને લઈને એલર્ટ જાહેર કર્યુ હતું. આ એલર્ટ ગામ્બિયામાંથી મળેલી 4 દૂષિત દવાઓને લઈને જાહેર કરવામાં આવ્યું હતુ. તેનો સંબંધ કિડનીની ગંભીર બીમારી અને 66 બાળકોના મોત સાથે હોય. યુવાન જીવનું મોત થું તે તેમના પરિવાર પર આભ ફાટ્યાં જેવું છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.