યાર શિયાળો ક્યારે આવશે ? ,અમદાવાદમાં પવનની દિશા બદલાતા 36 ડિગ્રી તાપમાન થયું !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-04 12:15:52


બુધવારથી રાજ્યમાં  શરૂ થયેલાં ઉત્તરથી ઉત્તર-પૂર્વીય પવનોથી અમદાવાદ સહિત 9 શહેરોમાં ગરમીનો પારો 36 ડિગ્રીને પાર કરી ગયો છે. જેના કારણે બપોરે ગરમી અને સાંજ થતાં થોડી શીતળતાનો અનુભવ થાય . હજુ ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહિવત હોવાથી ગરમીનું પ્રમાણ યથાવત રહેશે. 

Gujarat Weather Report : રાજ્યમાં ગરમીમાં 2 ડીગ્રી જેટલો ઘટાડો નોંધાયો

ગુરુવારે અમદાવાદમાં વહેલી સવારથી જ ઠંડા પવનોનું જોર ઘટ્યું હતું. મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.8 ડિગ્રી વધીને 36.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 0.5 ડિગ્રી વધીને 18.8 ડિગ્રીએ પહોંચ્યું હતું. બફારાનો અનુભવ કર્યો હતો. અમદાવાદ સહિત રાજ્યના 9 શહેરો જેવાં કે, ડીસા, વલસાડ, કેશોદ, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટમાં ગરમીનો પારો 36થી 37 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો, તેમજ ભુજ અને કંડલા એરપોર્ટ 38.6 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર બન્યાં હતા. અન્ય તમામ શહેરોમાં ગરમીનો પારો 31થી 35 ડિગ્રીની આસપાસ રહેતાં ગરમી અને બફારામાં વધારો થયો હતો. ત્રણ દિવસ રાજ્યમાં બપોરે ગરમી-બફારો તેમજ વહેલી સવાર-સાંજ ઠંડકને કારણે લોકોને ડબલ સિઝનનો અનુભવ થશે.એટલે હજુ થોડા દિવસ આવું વાતાવરણ રહવાની સંભાવના છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે