કેસર કેરીના રસિયાઓ માટે ગુડ ન્યૂઝ, જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં થયું કેરીનું આગમન, જાણો શું છે ભાવ?


  • Published By :
  • Published Date : 2023-03-03 21:04:50

ઉનાળામાં કેસર કેરીની કાગડોળે રાહ જોતા લોકોની આતુરતાનો અંત આવ્યો છે.  ગીરની શાન મનાતી કેસર કેરીનું આગમન જૂનાગઢ માર્કેટ યાર્ડમાં આજે થઇ ચુક્યું છે. તાલાલા પંથકની કેસર કેરીનાં 40 બોક્સની આવક થઈ છે. જેની જાહેર હરાજી યોજવામાં આવી હતી. આજે માર્કેટિંગ યાર્ડ ખાતે 10 કિલોના ભાવ 2000થી 3000 રૂપિયા બોલાયા હતા. 


કેરીના ભાવમાં ઘટાડો થશે


કેસર કેરીની આવકની સરખામણીએ બજાર ભાવ સ્થિર જોવા મળે છે. જો કે આ વર્ષે તાલાલા પંથકમાં આંબા પર સારા પ્રમાણમાં ફ્લાવરિંગ થયું હોઈ, કેસર કેરીનું ઉત્પાદન પણ વધવાની આશા છે. વેપારીઓના મતે આગામી 15 દિવસમાં કેરીની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. માર્કેટ યાર્ડમાં જેમ-જેમ કેરીની આવક ધીમે ધીમે વધવાની શરૂઆત થશે તેમ તેમ બજાર ભાવોમાં પણ ચોક્કસ ઘટાડો જોવા મળશે. 


ઓર્ગેનિક કેરીની માગ વધી


રાજ્યમાં હવે લોકો આરોગ્ય પ્રત્યે સતર્ક થયા હોવાથી છેલ્લાં કેટલાંક વર્ષોથી ઓર્ગેનિક કેરીની માગમાં પણ વધારો થયો છે. તાલાલા સહિત ગીરમાં અને એની આસપાસ આવેલા આંબાવાડિયામાં ઓર્ગેનિક કેરીનો પાક લેવાનું પ્રમાણ પણ વધ્યું છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે