મણિપુરમાં પરિસ્થિતી બેકાબુ, તોફાની તત્વોને ઝેર કરવા સરકારે આપ્યો શૂટ એટ સાઈટનો આદેશ


  • Published By :
  • Published Date : 2023-05-04 21:05:43

મણિપુરમાં હિંસા ફાટી નીકળવાના કારણે પરિસ્થિતી બેકાબુ બની છે, આ કારણે સરકારે તોફાનીઓને ગોળી મારવાના આદેશ આપ્યા છે. રાજ્ય સરકારે ગુરુવારે મે 4, 2023ના રોજ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે,  "ગંભીર પરિસ્થિતિ" માં ગોળી મારવાનો આદેશ જારી કર્યો છે. 


રાજ્યપાલે કર્યો આદેશ


મણિપુરના રાજ્યપાલ દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું હતું કે જો ચેતવણીઓ અને સમજાવટ છતાં પરિસ્થિતિ કાબૂમાં નહીં આવે તો ‘શૂટ એટ સાઈટ’ એક્શન લેવામાં આવી શકે છે. રાજ્ય સરકારના કમિશનર (ગૃહ) દ્વારા હસ્તાક્ષર કરાયેલ જાહેરનામું, ફોજદારી કાર્યવાહી સંહિતા, 1973 ની જોગવાઈઓ હેઠળ જારી કરવામાં આવ્યું છે.


મીતેઈ સમુદાય માગી રહ્યો છે અનામત


મણિપુરમાં બિન-આદિવાસી મીતેઈ સમુદાય માટે અનુસૂચિત જનજાતિ (એસટી)નો દરજ્જો આપવાની માંગ સામે ચૂરાચંદપુર જિલ્લાના ટોરબાંગ વિસ્તારમાં ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન મણિપુર (એટીએસયુએમ) દ્વારા વિરોધ પ્રદર્શનનું આહ્વાન કરવામાં આવ્યું હતું. 'આદિવાસી એકતા માર્ચ' દરમિયાન બુધવારે હિંસા ફાટી નીકળી હતી. મણિપુર હાઈકોર્ટે ગયા મહિને રાજ્ય સરકારને મેઈતેઈ સમુદાય દ્વારા ST દરજ્જાની માગણી પર ચાર અઠવાડિયાની અંદર કેન્દ્રને ભલામણ મોકલવા કહ્યું તે પછી આ કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે મીતેઈ સમુદાય મણિપુરની કુલ વસ્તીના 53 ટકા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે