મનીષ સિસોદિયાએ C R પાટિલનું આમંત્રણ સ્વીકાર્યું !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 16:53:33

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરતમાં કહ્યું કે, આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતની સ્કૂલો જોવા આવે. સંદર્ભમાં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ શાળાની મુલાકાત લેવા માટે સીઆર પાટીલનું આમંત્રણ સ્વીકાર્યું.

 

શું કહ્યું મનીષ સિસોદિયાએ ?

મનીષ સિસોદિયાએ કહ્યું કે “હું આવીને શાળા જોઈશ અમે ગુજરાતના શિક્ષણ મંત્રીની વિધાનસભામાં શાળા જોવા જઈશું તેમણે ચેલેન્ગ કરતાં કહ્યું સીઆર પાટીલ જી ક્યારે આવવાનું છે તારીખ જણાવો અને એના પછી સીઆર પાટીલ દિલ્હી આવશે, હું તેમને દિલ્હીની શાળાઓ બતાવીશ અને હું આશા રાખું છું કે સીઆર પાટીલ જી તેમના શબ્દોથી પીછેહઠ નહીં કરે


શું કહ્યું હતું  C R પાટિલે ??

સી આર પાટિલે AAPનું નામ લીધા વગર કહ્યું તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો શિક્ષણ નીતિની વાતો કરતા હોય છે. તેમને મારું આમંત્રણ છે કે અહીં આવીને સ્કૂલોની સ્થિતિ જોઈ જાવ. અહીં અમે જે પ્રમાણે વિદ્યાર્થીઓને સુવિધાઓ આપી છે, એના પર એક નજર કરો. સુરતની મનપાની શાળાઓમાં અમે જે પ્રમાણેની સુવિધાઓ આપીએ છીએ એને જોઈને તમે બધા દાવાઓ ભૂલી જશો


 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે