મનીષ સિસોદિયાને નહીં મળે જામીન, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે જામીન અરજી ફગાવી, 3 એપ્રિલ સુધી રહેશે જેલમાં


  • Published By :
  • Published Date : 2023-03-31 18:18:21

દિલ્હી લિકર પોલીસી કેસમાં તિહાર જેલમાં બંધ AAP નેતા અને દિલ્હીના પૂર્વ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી રાઉઝ એવન્યુ કોર્ટે આજે શુક્રવારે (31 માર્ચ, 2023) ફગાવી દીધી છે. હવે મનીષ સિસોદિયા નીચલી કોર્ટના નિર્ણય સામે હાઈકોર્ટમાં જશે, CBI અને ED દ્વારા નોંધાયેલા કેસમાં મનીષ સિસોદિયા 3 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં છે.  CBIએ 26 ફેબ્રુઆરીએ મનીષ સિસોદિયાની 2021-22ની દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસની રચના અને અમલીકરણમાં કથિત સંડોવણીના સંબંધમાં ધરપકડ કરી હતી.


સિસોદિયાની જામીન માટે કરી જોરદાર રજુઆત


એક સપ્તાહ પહેલા આ મામલાની સુનાવણી બાદ કોર્ટે સિસોદિયાની જામીન અરજી પર ચુકાદો સુરક્ષીત રાખ્યો હતો. ગત સપ્તાહે સીબીઆઈએ શરાબ કૌંભાંડ કેસનું વિવરણ અને પુરાવા કોર્ટ સમક્ષ રજુ કર્યા હતા. સીબીઆઈની દલીલ પહેલા મનીષ સિસોદિયાના ટ્રાયલમાં પોતાની જામીન અરજી પર સુનાવણી દરમિયાન કહ્યું હતું કે તેમને કસ્ટડીમાં રાખવાનો સીબીઆઈનો હેતું પુરો થશે નહીં. આ કેસમાં તમામ રિકવરી પહેલા જ થઈ ચુકી છે. મે સીબીઆઈની તપાસમાં સંપુર્ણ સહયોગ આપ્યો છે. તેમણે મને જ્યારે પણ બોલાવ્યો હું હાજર થઈ ગયો છું. તેમણે દલીલ કરી કે પબ્લિક લાઈફમાં એક્ટિવ રહેવાના કારણે તેઓ સમાજ સાથે ખુબ જ ગાંઢ રીતે સંકળાયેલા છે, આ બાબતને ધ્યાનમાં રાખીએ તો તેઓ જામીનના હકદાર છે.  


સીબીઆઈએ કર્યો જામીનનો વિરોધ


સીબીઆઈના વકીલે મનીષ સિસોદિયાના જામીનનો વિરોધ કર્યો હતો, સીબીઆઈના વકીલ ડીપી સિંહએ છેલ્લા સપ્તાહે સિસોદિયાની જામીન અરજીનો તેવું કહીને વિરોધ કરતા દલિલ કરી હતી કે જો તેમને જામીન મળશે તો તેઓ તપાસને પ્રભાવીત કરી શકે છે. સીબીઆઈએ દાવો કર્યો હતો કે મનીષ સિસોદિયાએ કહ્યું કે તેમણે મોબાઈલ એટલા માટે તોડી નાખ્યા હતા કેમ કે તે અપગ્રેડ કરવા ઈચ્છતા હતા. સીબીઆઈના વકીસે દલીલ કરી કે તે જે કહીં રહ્યા છે તે સત્ય નથી. સત્ય એ છે કે સિસોદિયાએ ચેટને ખતમ કરવા માટે આવું કહ્યું હતું. આ સ્થિતીમાં જો તેમને જામીન મળે છે તો પુરાવા સાથે છેડછાડ અને તેને નષ્ટ કરી શકે છે. આ કારણે તપાસ પણ પ્રભાવિત થઈ શકે છે.  


અત્રે ઉલ્લેખનિય છે કે દિલ્હી લિકર પોલિસી કેસમાં સીબીઆઈએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી, જ્યારે મની લોન્ડ્રિગ કેસમાં 9 માર્ચે ઈડીએ ધરપકડ કરી હતી. ત્યારથી તેમને એક પણ વખત જામીન મળ્યા નથી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે