Chaitar Vasavaને લઈ Mansukh Vasavaએ આપ્યું નિવેદન, કહ્યું જે વ્યક્તિ પર ચૈતરે હુમલો કર્યો તે....


  • Published By :
  • Published Date : 2023-11-11 12:02:03

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લઈ રહી. પોલીસ ફરિયાદ થયા બાદ ચૈતર વસાવા ફરાર છે, તેમના પત્નીની ધરપકડ થઈ ગઈ છે. પોલીસ ચૈતર વસાવાની શોધખોળ કરી રહી છે. નર્મદાનું રાજકારણ અનેક વખત ચર્ચામાં આવતું હોય છે ત્યારે ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. ચૈતર વસાવાને લઈ મનસુખ વસાવાએ એક નિવેદન આપ્યું છે જે ઘટસ્ફોટ કરે તેવું છે. મનસુખ વસાવાએ નિવેદન આપતા કહ્યું કે વનવિભાગના કર્મચારીને મારવાની વાત થઈ રહી છે તે આમ આદમી પાર્ટીના જ છે. ચૈતર વસાવાએ પોતાની જ પાર્ટીના લોકોને માર માર્યો હોવાની વાત ભાજપના સાંસદે કરી છે. 

જે વ્યક્તિને ચૈતર વસાવાએ માર માર્યો તે આપ કાર્યકર્તાનો ભાઈ હતો!

નર્મદામાં વસાવા વિરૂદ્ધ વસાવાનો જંગ અનેક વખત જોવા મળતો હોય છે. ત્યારે ફરી એક વખત વસાવા વિરૂદ્ધ વસાવાનો જંગ ફરી જોવા મળ્યો છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદ થયા બાદ તેઓ ફરાર છે. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. પોલીસે ચૈતર વસાવાના પત્નીની ધરપકડ કરી લીધી છે. ત્યારે ચૈતર વસાવાને લઈ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે. ડેડિયાપાડાના જુના મોઝદામાં કાર્યક્રમને સંબોધિત કરતી વખતે મનસુખ વસાવાએ દાવો કર્યો છે કે જે બીટ ગાર્ડ વસંતને ઘરે બોલાવીને ચૈતરે માર માર્યો તેનો ભાઈ રામસિંગ AAPનો કાર્યકર છે.

ચૈતર વસાવાના સમર્થનમાં અનેક સ્થળો પર નીકળી છે રેલી 

મહત્વનું છે કે જ્યારથી ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે ત્યારથી આમ આદમી પાર્ટી દ્વારા આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અલગ અલગ સ્થળો પર પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છએ. તે ઉપરાંત ગઈકાલે ભરૂચમાં આપના કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરી ખાતે જઈ ચૈતર વસાવાના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું હતું. રેલીમાં હાજર લોકોએ ચૈતર વસાવાના ચહેરાનો માસ્ક પહેર્યો હતો. ઉલ્લેખનિય છે કે સોશિયલ મીડિયા પર પણ હું પણ ચૈતર વસાવા કેમ્પેઈન ચાલે છે. કોંગ્રેસના નેતા અનંત પટેલે પણ ચૈતર વસાવાના સમર્થનમાં હોવાની વાત કરી હતી.           



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે