તમિલનાડુમાં થયેલા અકસ્માતમાં અનેક લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-01-03 14:46:16

તમિલનાડુમાં અકસ્માત બન્યો છે. કુડ્ડાલોર જિલ્લામાં આ દુર્ઘટના બની છે જેમાં પાંચ લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર છ વાહનો એક સાથે ભટકાયા હતા. ત્રિચી ચેન્નઈ રાષ્ટ્રીય રાજમાર્ગ પર આ અકસ્માત બન્યો છે. એક સાથે છો વાહનો ભટકાતા એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે. બે બસ, બે લોરી અને બે ગાડી વચ્ચે આ અકસ્માત થયો છે. મળતી માહિતી અનુસાર વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

  

6 ગાડીઓ એકસાથે ભટકાતા થયો અકસ્માત 

દેશમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. દરરોજ અકસ્માતને કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે. તો અનેક લોકો અકસ્માતને કારણે ઈજાઓ પહોચતી હોય છે. ત્યારે ગમખવાર અકસ્માત તમિલનાડુમાં બન્યો છે. ભયાનક અકસ્માતમાં 6 વાહનો એક સાથે ભટકાયા હતા. ત્રિચી ચેન્નઈ રાષ્ટ્રીય રાજમાર્ગ પર આ અકસ્માત બન્યો છે. એક સાથે છો વાહનો ભટકાતા એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે.

 

પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી 

અધિકારીઓના જણાવ્યા અનુસાર બધા મૃતકો એક જ પરિવારના છે. મૃત્યુ પામનાર લોકો એક જ કારમાં સવાર હતા. પોલીસે કહ્યું કે કારમાં મળી આવેલા સામાનને જોઈને ખબર પડી કે  તેઓ ચેન્નઈના નંગનલ્લૂરના રહેવાસી છે.      




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે