દાહોદ જિલ્લાના મારગાળામાં પરિણીતાને પરિવારજનોએ જાહેરમાં ઢોર માર માર્યો, ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં


  • Published By :
  • Published Date : 2023-05-31 14:13:03

પ્રેમી યુગલોને અવારનવાર પ્રતાડિત કરવામાં આવતા રહે છે, પ્રેમ કરીને તેમણે જાણે કોઈ મોટો જઘન્ય અપરાધ કર્યો હોય તેમ જાહેરમાં ઢોર માર મારવો એ જાણે સામાન્ય બની ગયું છે. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં મહિલાને તાલીબાની સજા આપતો વીડિયો સામે આવ્યો છે. પરિણીત મહિલા પ્રેમી સાથે ભાગી જતા પતિ અને તેના પરિવારજનોએ ગ્રામજનોની હાજરીમાં નિર્મમતાપૂર્વક માર માર્યો હતો.  


મહિલાને જાહેરમાં તાલિબાની સજા


દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં પરિણીત મહિલા પ્રેમી સાથે ભાગી જતા પતિ અને તેના પરિવારજનોએ ગામની વચ્ચે મહિલાને ઢસડી ગયા હતા. જ્યાં તેની સાડી ઉતારી નાખીને જાહેરમાં માર માર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવતા પોલીસ એક્શનમાં આવી ગઈ છે.


સમગ્ર ઘટના શું છે?


દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલા મારગાળામાં પરિણીત મહિલા તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જે બાદ મહિલા અને પ્રેમીને પકડી લાવીને તેના પતિ અને કુટુંબીજનોએ જાહેરમાં માર માર્યો હતો. તથા મહિલાના કપડા પણ ઉતારી નાખીને લોકોની સામે જ તેને જમીન પર ઢસડી હતી. આ ક્રૂર ઘટના બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરતા 3થી 4 આરોપીઓની અટકાયત કરીને તેમની પૂછપરછ કરી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે