સુરતમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં સતત ઉછાળો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 19:05:40

ચોમાસાની વિદાય નજીક આવી રહી છે ત્યારે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે. મેલેરિયા, ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં મેલેરિયા, ડેન્ગ્યુના કેસોએ આરોગ્ય વિભાગની ચિંતામાં વધારી દીધી છે. કેસ વધતા આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ કરાઈ રહ્યો છે તેમજ ફોગિંગની કામગીરી પણ ચાલી રહી છે.

પાણીજન્ય અને મચ્છરજન્ય કેસમાં વધારો

મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગોના કેસમાં સતત ઉછાડો થઈ રહ્યો છે. ગણેશ ઉત્સવ બાદ મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં ભારે ઉછાડો જોવા મળ્યો છે. સુરત આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર પ્રતિદિન 50 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 27, મેલેરિયાના 155 જેટલા કેસ સામે આવ્યા છે.

કેસ વધતા આરોગ્ય વિભાગ દોડતું થયું

પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધતા આરોગ્ય વિભાગે કેસને નિયંત્રિત કરવાના પ્રયાસ શરૂ કરી દીધા છે. હેલ્થ વર્કરો દ્વારા દરેક ઝોનમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉપરાંત દવાનો છંટકાવ અને ફોગિંગની કામગીરી પણ થઈ રહી છે. મેલેરિયા તેમજ ડેન્ગ્યુના કેસમાં ઘટાડો થાય તે માટે પ્રયાસો હાથ ધરાયા છે.  



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.