મૌલાના સાજીદના વિવાદિત નિવેદનથી દેશમાં ધાર્મિક એકતા ડહોળાવાની આશંકા


  • Published By :
  • Published Date : 2022-12-30 19:27:59

ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિયેશનના અધ્યક્ષ મૌલાના સાજીદ હંમેશા પોતાના વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. હવે તેમણે નવું નિવેદન આપ્યું છે કે, "અમારી આવનાર પેઢી રામ મંદિર તોડીને મસ્જીદ બનાવશે. આ દેશનો એક ઈતિહાસ લખવામાં આવશે."


"50-100 વર્ષ પછી ઈતિહાસ આવશે ત્યારે મંદિર તોડીને મસ્જીદ બનાવી દેવામાં આવ્યું હોય"

એક ટીવી ચેનલમાં વાત કરતા મૌલાના સાજીદે કહ્યું હતું કે, આજે મુસલમાન ચૂપ છે. પરંતુ ભાવી સમયમાં ભારતનો ઈતિહાસ લખવામાં આવશે કે 1992માં બાબરી મસ્જીદને તોડવામાં આવી હતી. અને ત્યાર બાદ ત્યારના પ્રધાનમંત્રીએ જઈને રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. જે ભારતના બંધારણને બિલકુલ વિરુદ્ધ છે. મૌલાના સાજીદ રશીદીએ કહ્યું હતું કે, આજે આપણે એક એવો ઈતિહાસ બનાવ્યો છે, જ્યાં મુસલમાન ચૂપ છે. પણ મારી આવનાર પેઢી, મારા છોકરા, અને તેના વંશજો 50-100 વર્ષ પછી જ્યારે તેની સામે ઈતિહાસ આવશે ત્યારે મંદિર તોડીને મસ્જીદ બનાવી દેવામાં આવ્યું હોય. હોઈ શકે કે મુસ્લીમ શાસક હોય, મુસ્લીમ જજ હોય અથવા મુસ્લીમ શાસન આવી ગયું હોય. કંઈ ના કહી શકાય ભવિષ્યમાં કયા ફેરફારો આવશે. તો શું તે ઈતિહાસના પાયા પર તે મંદિરને તોડીને મસ્જીદ બનાવવામાં આવે? રશીદીએ જ જવાબ આપતા કહ્યું હતું કે, બિલકુલ બની શકે. 

ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિયેશનના અધ્યક્ષ મૌલાના સાજીદ પોતાના નિવેદનોને લઈને હંમેશા વિવાદો કરતા રહે છે. આ પહેલા ઉત્તર પ્રદેશમાં ખાનગી મદરેસાના સર્વેનો સરકારે આદેશ આપ્યો હતો તેના પર પણ મૌલાના સાજીદ રશીદીએ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જ્યારે સર્વે કરવા આવે ત્યારે બુટ-ચપ્પલ લઈને સ્વાગત કરજો. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે