Mehsana : મંત્રી ઋષિકેશ પટેલ હાજર હતા અને રામજી ઠાકોરને જીતાડવા માટે કરાઈ મંચ પરથી અપીલ! વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2024-04-22 12:20:09

આ લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એવા દ્રશ્યો જોવા પડી રહ્યા છે જેની કલ્પના કદાચ તેમણે ક્યારેય નહીં કરી હોય..ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ અનેક જગ્યાઓ પર ઉમેદવારનો વિરોધ કરવામાં આવ્યો. એવું કદાચ પહેલી વખત બન્યું હશે કે ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ ભાજપે ઉમેદવારને બદલ્યા.. ત્યારે મહેસાણાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં મંચ પર ભાજપના વરિષ્ઠ નેતા બેઠા હતા અને મંચ પરથી કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે આહ્વાહન કરવામાં આવ્યું..! 

ભાજપના નેતા સ્ટેજ પર હાજર હતા અને પછી... 

ગુજરાતની રાજનીતિ ગરમાઈ રહી છે.. ઉમેદવારો દ્વારા પ્રચારની શરૂઆત કરવામાં આવી ગઈ છે. આ બધા વચ્ચે મહેસાણાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સ્ટેજ પર બેઠા હતા અને મંચ પરથી કોંગ્રેસના મહેસાણાના ઉમેદવારને જીતાડવા માટે આહ્વાહન કરવામાં આવ્યું.. જે વીડિયો સામે આવ્યો છે તે સમૂહલગ્નનો છે. એક વક્તા સ્ટેજ પરથી લોકોને અપીલ કરી રહ્યા હતા કે મહેસાણાના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરને મત આપવા અપીલ કરવામાં આવી હતી.. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે...


ઉમેદવારોનો થઈ રહ્યો છે વિરોધ!   

મહત્વનું છે કે ગુજરાતમાં ભાજપના ઉમેદવારોને લઈ વિરોધ જોવા મળ્યો હતો. અનેક ઉમેદવારોનો વિરોધ કરાઈ રહ્યો છે. રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે... ત્યારે આ વીડિયો પર તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવો... 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે