રખડતાં ઢોરનો આતંક : સમસ્યા પર નિયંત્રણ લાવવા AMC દ્વારા કરાઈ આ કામગીરી, હાઈકોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું, જાણો


  • Published By :
  • Published Date : 2023-07-19 12:32:07

રાજ્યમાં રખડતા ઢોરનો આતંક દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. રસ્તા પર અવર જવર કરતા લોકો માટે તે ત્રાસ બની જતા હોય છે. ત્યારે વધતા રખડતા ઢોરને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ઉપરાંત અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્યારે શહેરમાં રખડતા ઢોરોના આતંકને શાંત કરવા હાઈકોર્ટે તંત્રને આદેશ આપ્યો હતો. હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી હતી તેમાં ઢોર પકડવા માટે શું કામગીરી કરવામાં આવી તે અંગે પૂછવામાં આવ્યું હતું. ત્યારે હાઈકોર્ટમાં તંત્ર દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તંત્રએ 11 મહિનામાં 17 હજાર રખડતાં ઢોર પકડ્યા છે ઉપરાંત  અનેક ઢોરમાલિકો વિરૂદ્ધ કેસ નોંધવામાં આવી છે. 


હાઈકોર્ટમાં રજૂ કરાયું સોગંદનામું!

એક તરફ ખરાબ રસ્તાથી લોકો પરેશાન છે તો બીજી તરફ રસ્તા પર ફરતા રખડતાં ઢોરને લઈ લોકોની પરેશાની વધી છે. અનેક લોકો રખડતાં ઢોરની અડફેટે આવી જતા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને જ્યારે અનેક લોકોએ પોતાના સ્વજનને ગુમાવ્યા છે. ત્યારે હાઈકોર્ટના હુકમોનું પાલન નથી થતું તેવી પિટિશન હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. રખડતાં ઢોરનો ત્રાસ તેમજ બિસ્માર રસ્તાના સુધારા અંગે કામ કરવામાં આવ્યું નથી. ત્યારે હાઈકોર્ટમાં એએમસીના સીએનસીડી ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરફથી સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. 


11 મહિનામાં પકડાયા આટલા રખડતાં પશુ!

જે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું તેમાં ખુલાસો થયો છે કે છેલ્લા 11 મહિનામાં 17,049 જેટલા રખડતા પશુઓને પકડવામાં આવ્યા છે, જેમાં 980 જેટલી FIR ઢોરમાલિકો સામે નોંધવામાં આવી છે. જાહેરમાં રોડ પર કે ખુલ્લામાં ઘાસ વેચતા 66થી વધુ લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત 34,861 કિલો ઘાસનો જથ્થો પણ જપ્ત કરાયો છે. 32,541 ઢોરોના ટેગીંગ કરવામાં આવ્યા છે.  મહત્વનું છે રખડતા શ્વાનનો આતંક પણ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. અનેક એવા લોકો છે જે રખડતા શ્વાનના આતંકનો ભોગ બન્યા છે. ત્યારે રાહદારીઓ તેમજ વાહનચાલકોને પડતી મુશ્કેલીનો અંત આવે તે જરૂરી બન્યું છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે