ભારતીયોની બચતવૃતિના કારણે mercedes-benzની ગાડીઓ વેચાતી નથી: CEO


  • Published By :
  • Published Date : 2022-12-03 16:23:37

દેશમાં mercedes-benzની ગાડીઓ વેચાતી નથી તે મુદ્દે કંપનીના સીઈઓએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. કંપનીના સીઈઓ મોટર કારનું વેચાણ ઓછુ થવા માટે ભારતીયોની બચતની આદતને જવાબદાર ઠરાવી છે. ભારતના લોકો વધુ પડતી બચતવૃતિ ધરાવે છે તેના કારણે કંપનીની કારોનું વેચાણ ઘટ્યું છે. જો કે આ મુદ્દે લોકોએ કંપનીના સીઈઓની ખુબ ટીકા થઈ હતી.


શું કહ્યું મર્સિડીઝના CEOએ? 


તાજેતરમાં મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાના વેચાણ અને માર્કેટિંગના વાઇસ-પ્રેસિડેન્ટ સંતોષ અય્યર, , ટૂંક સમયમાં જ એમડી અને સીઈઓ તરીકેનો કાર્યભાર સંભાળશે. વડાએ ભારતમાં લોકોની બચતને મર્સિડીઝ કારના વેચાણ સાથે જોડી હતી. મર્સિડીઝ બેન્ઝના વડાએ કહ્યું હતું કે ભારતના લોકોની બચત કરવાની આદતને કારણે ભારતમાં તેમની કારનું વેચાણ વધી રહ્યું નથી. તેમણે કહ્યું હતું કે ભારતમાં લોકો બચત કરવાની આદતને કારણે મર્સિડીઝ જેવી મોંઘી કાર નથી ખરીદતા અને તેના કારણે તેમનું વેચાણ નબળું પડી રહ્યું છે.


નિવેદનનો જોરદાર વિરોધ 

 

મર્સિડીઝ ઈન્ડિયાના CEOના નિવેદનનો વ્યાપાર જગતમાં જોરદાર વિરોધ થયો હતો. કેટલાક લોકોએ કહ્યું કે બચત કરવાનું માઈન્ડ સેટ તમને મુશ્કેલ પરિસ્થિતીઓમાં મજબુતીથી ઉભા રહેવાને લાયક બનાવે છે. આ સમયે દેશ અને દુનિયામાં આર્થિક મંદીનો માહોલ છે અને  ભારત જેવા દેશના લોકોની બચત કરવાની આદત તેમને આર્થિક મંદીના આ સમયમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી શકે છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.