કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી, આ તારીખે આ જગ્યાઓ પર આવશે માવઠું, કુદરતનો માર સહન કરવા ખેડૂતો મજબૂર!


  • Published By :
  • Published Date : 2023-03-20 10:39:01

રાજ્યમાં ઉનાળાના સમય દરમિયાન પડી રહેલો કમોસમી વરસાદ ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે. અનેક દિવસોથી રાજ્યમાં માવઠાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. રવિવારે પણ અનેક વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડ્યા હતા. ત્યારે આગામી દિવસોમાં ક્યાં વરસાદ પડવાનો છે તેની માહિતી વિગતવાર આપવામાં આવી છે. 


આ વિસ્તારોમાં આવનાર દિવસોમાં થઈ શકે છે વરસાદ 

કમોસમી વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી મુજબ 20 માર્ચે સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, ભાવનગર, કચ્છ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં  વરસાદી ઝાપટા પડશે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહિસાગર, પોરબંદર, અરવલ્લી, જૂનાગઢમાં તેમજ કચ્છમાં 21 માર્ચે વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે. મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, પાટણ, બનાસકાંઠા, જામનગર, અમરેલી, ભાવનગરમાં 22 માર્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. 23 માર્ચ માટે કરવામાં આગાહી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, પોરબંદર, જૂનાગઢ. ભાવનગર, દ્વારકા. ગીર સોમનાથમાં કમોસમી વરસાદને કારણે હાલાકી ભોગવવી પડે છે. જ્યારે 24 માર્ચે સાબરકાંઠા, રાજકોટ, જામનગર, અમરેલી. ગીર સોમનાથ, પાટણ, બનાસકાંઠા, ભાવનગરમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં  આવી છે. મહત્વનું છે કે રવિવારે અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેને કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. 



મુખ્યમંત્રીએ કમોસમી વરસાદને લઈ યોજી બેઠક 

માવઠાને પગલે રવિવારે મુખ્યમંત્રીએ બેઠક યોજી હતી. બેઠકમાં પાકને થયેલા નુકસાન અંગે, રાહત અને બચાવ અંગેની કામગીરીને લઈ ચર્ચા કરવામાં આવી હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરો જોડે બેઠક કરી હતી જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનને લઈ ચર્ચા કરવામાં આવી હતી. 



શાકભાજીના ભાવમાં આવી શકે છે તેજી  

ઉનાળાના સમયે થઈ રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. રાતા પાણીએ રડવાનો વારો ખેડૂતોને આવ્યો છે. ખેતરમાં પાણી ભરાવાને કારણે પાકને નુકસાન પહોંચ્યું છે. કેસર કેરીના પાકને પણ મોટા પાયે નુકસાન થયું છે. આંબા પર આવેલા મોર છરી પડ્યા છે. જેને કારણે આવનાર દિવસોમાં મોંઘા ભાવે કેરીનો સ્વાદ લેવો પડશે તેવું લાગી રહ્યું છે. શાકભાજીને પણ ઘણું નુકસાન થયું છે. જેને કારણે આવનાર દિવસોમાં શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે. ઉપરાંત કેરી પણ મોંઘી અને મોડી આવશે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. વધતી મોંઘવારીને લઈ ગૃહિણીનું બજેટ ખોરવાઈ શકે છે.     




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે