રાજ્યમાં આગામી 5 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં થશે મેઘમહેર


  • Published By :
  • Published Date : 2023-06-21 22:41:06

રાજ્યમાં ફરી એક વખત ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ દાહોદ, સુરત અને જૂનાગઢ જિલ્લા સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થઇ શકે છે. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ થવાની કોઇ શક્યતા નથી.


ચોમાસાના પ્રારંભ અંગે અસમંજસ


ગુજરાતના ખેડૂતોને મેઘમહેર માટે હજું થોડા દિવસ રાહ જોવી પડશે. હવામાન વિભાગ દ્વારા ચોમાસાનો પ્રાંરભ ક્યારે થશે તે અંગે હજુ પણ કોઈ પણ સ્પષ્ટતા કરવામાં નથી આવી. મુંબઈમાં ચોમાસાનું આગમન થાય પછી જ ગુજરાતમાં ચોમાસું આવશે. સામાન્ય રીતે દર વર્ષે 1 જૂનથી કેરળમાં ચોમાસુ બેસી જતુ હોય છે, જો કે આ વર્ષે કેરળમાં પણ 8 જૂન બાદ ચોમાસાનું આગમન થયું છે ત્યારે ગુજરાતમાં ક્યારે ચોમાસુ આવશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા કોઈ સ્પષ્ટતા નહીં કરાતા ખેડૂતોથી લઈ સામાન્ય લોકોમાં પણ અસમંજસની સ્થિતી પ્રવર્તે છે. બિપોરજોય વાવાઝોડાને કારણે આ વખતે ચોમાસુ ખેંચાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. 


આ જિલ્લાઓમાં વરસાદની આગાહી


રાજ્યમાં ભેજવાળા વાતાવરણના કારણે આગામી 5 દિવસ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેશે. દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, નર્મદા, ડાંગ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ડાંગ, તાપી, છોટાઉદેપુરમાં વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદના વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં થાય. વાદળો ઘેરાશે પણ વરસાદ પડવાની સંભાવના નહિવત છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે