ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી, અનેક રાજ્યોને હિમવર્ષાથી મળી શકે છે રાહત


  • Published By :
  • Published Date : 2023-02-02 13:12:05

ઉત્તરભારતના અનેક શહેરોમાં હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષા થવાને કારણે તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. પરંતુ આવનાર સમયમાં ઠંડીથી આંશિક રાહત મળી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. હિમવર્ષા થવાને કારણે રાજધાની દિલ્હી, પંજાબ અને હરિયાણાના લોકોને શીતલહેરનો અનુભવ થઈ રહ્યો હતો. બિહારમાં શીતલહેરનો અનુભવ થઈ શકે છે. રાતના સમયે ઠંડીનું પ્રમાણ વધી શકે છે.


ગુલાબી ઠંડીનો થઈ શકે છે અહેસાસ    

સમગ્ર દેશમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અનેક રાજ્યોમાં બરફ વર્ષા થઈ હતી. જેને કારણે અનેક રાજ્યોમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો. અનેક રાજ્યોમાં તાપમાન માઈનસમાં પહોંચી ગયું હતું. ત્યારે આવનાર સમયમાં અનેક શહેરોને ઠંડીથી આંશિક રાહત મળી શકે છે. બિહારમાં તાપમાનનો પારો યથાવત રહેશે જેને કારણે બિહારના લોકોને ઠંડીનો સામનો કરવો પડશે. બિહારમાં પશ્ચિમથી આવતા પવનને કારણે ઠંડી પડવાની સંભાવના દેખાઈ રહી છે. રાતના સમયે ઠંડીનો વધુ અહેસાસ થઈ શકે છે. તે સિવાય થોડા દિવસો માટે હિમવર્ષાથી અનેક શહેરોને રાહત મળી શકે છે. કડકડતી ઠંડીનો નહીં પરંતુ ગુલાબી ઠંડીનો અહેસાસ લોકોને ફેબ્રુઆરી સુધી થઈ શકે છે.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે