અમદાવાદમાં દોડતી થઈ મેટ્રો, PM મોદીએ લીલી ઝંડી બતાવી !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 12:54:09


અમદાવાદમાં દોડતી થઈ મેટ્રો , PM કરી સવારી

વડાપ્રધાન મોદી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તો છેલ્લા કેટલાય સમય થી અમદાવાદીયો જેની રાહ જોઈ રહ્યા હતા એવી મેટ્રો વડાપ્રધાન દ્વારા લીલી ઝંડી આપી શરૂ કરી દીધી છે. હવે મેટ્રોની શરૂઆત થતાં હવે હજારો લોકોને સુવિધા મળી જવાના કારણે સમય અને પેટ્રોલ બંનેની બચત થશે. આટલું નહીં રસ્તા પર ધૂળ અને પ્રદૂષણથી શાંતિ મળશે. 

 

શું હશે રૂટ ?

મેટ્રો ટ્રેન નદીની ઉપરથી પસાર થાય છે અને શહેરના નીચેથી પણ પસાર થાય છે. શહેરનો ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈ અને કાંકરિયા પૂર્વમાં બહાર નીકળશે. પ્રોજેક્ટની વિશેષ વાત કરીએ તો મેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિલોમીટર દોડવાની છે. અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘી કાંટા, કાલુપુર અને કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવશે.વસ્ત્રાલ થી થલતેજ સુધી 18 મેટ્રો સ્ટેશન આવેલા છે.

 

ટિકિના ભાવ શું હશે ?

શરૂવાતમાં મેટ્રોના ભાવ જેમાં પ્રથમ 2.5 કિમી માટે 5 રૂપિયા, 2.5 કિમીથી 7.5 કિમી સુધી રૂ.10 , 7.5 કિમીથી 12.5 કિમીના રૂ. 15, 12.5 કિમીથી 17.5 કિમીના રૂ. 20, 17.5 કિમીથી 22.5 કિમી માટે 25 રૂપિયા ભાડું ચૂકવવું પડશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે