અમદાવાદીઓ માટે ખુશખબર, મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી વધારવામાં આવી, હવે દર 12 મિનિટે મળશે ટ્રેન


  • Published By :
  • Published Date : 2023-04-19 14:14:03

અમદાવાદમાં દોડતી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મેટ્રો ટ્રેન ઓથોરેરીટીએ મેટ્રોના સમયમાં મોટો ફેરફાર કર્યો છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી વધારવામાં આવી છે. જે બાદ મેટ્રો ટ્રેન દર 12 મિનિટે મળી રહેશે. આ નવા નિર્ણયથી ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને મોટી રાહત મળશે. 


સમયમાં શું ફેરફાર થયો?


મેટ્રો ટ્રેન ઓથોરેરીટી દ્વારા મેટ્રો રેલના સમય અને ફ્રિકવન્સીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી મેટ્રો ટ્રેન સવારે 9 વાગ્યાથી શરુ થતી હતી. જો કે હવે મેટ્રો ટ્રેન સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે. આ નિર્ણયથી અમદાવાદ અને આસપાસથી આવતા વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધાચાલકોને અમદાવાદના એક છેડેથી બીજા છેડે પહોંચવા માટે ખૂબ જ સરળતા રહેશે.


લાંબા સમયની માગ સંતોષાઈ


અમદાવાદમાં વહેલી સવારે અનેક વિદ્યાર્થીઓ કોલેજ જતા હોય છે, જ્યારે નોકરીયાતો પણ સવારે નોકરીએ જતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓ અને નોકરીયાતોને સવલત રહે તેને લઈને લોકો દ્વારા છેલ્લા સમય વધારવા માટે ઘણા સમયથી માગ થઈ રહી હતી. અંતે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો ટ્રેનની ફ્રિક્વન્સીમાં વધારો કરીને લોકોની માગ સંતોષી છે. મેટ્રો ટ્રેનની ફ્રિક્વન્સીમાં વધારો કરાતા ટ્રીપની સંખ્યા પણ 35 ટકા વધી જશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે