અમદાવાદમાં યોજાનારી IPL મેચને લઈ મેટ્રો ટ્રેનના સમયમાં કરાયો ફેરફાર! જાણો શું રહેશે સમય અને શું છે ટિકિટનો ભાવ?


  • Published By :
  • Published Date : 2023-05-26 14:03:32

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL મેચ યોજાવાની છે. મેચને ધ્યાનમાં રાખી મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેને લઈ સવારના 7થી રાત્રીના 1.30 વાગ્યા સુધી ટ્રેન દોડાવામાં આવશે. GMRCએ સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી છે. ટિકિટનો દર 25 રુપિયા નક્કી કરવામાં આવ્યો છે. મુસાફરોનો ઘસારો ઓછો થાય તે માટે પેપર ટિકિટ એડવાન્સમાં પણ મેળવી શકાશે. મેચને ધ્યાનમાં રાખી મેટ્રો સેવાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. 


GMRCએ સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી!

આઈપીએલ મેચનો ક્રેઝ લોકોમાં હાલ જોવા મળી રહ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 26મે અને 28મેના રોજ મેચ યોજાવાની છે. મેચને લઈ સ્ટેડિયમમાં લોકોને ઘસારો જોવા  મળ્યો હતો. ત્યારે લોકોને અગવડ ન પડે તે માટે મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદ મેટ્રો દ્વારા પણ ક્રિકેટ રસીયાઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.  GMRCએ સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી છે. 


ટ્રેનના સમયમાં કરાયો ફેરફાર! 

ટિકિટનો દર 25 રુપિયા નક્કી કરવામાં આવ્યો છે. 25 રુપિયાના ફિક્સ દરે કોઈપણ મેટ્રો સ્ટેશનથી મોટેરા સ્ટેડિયમ સુધી મુસાફરી કરી શકશે. મેટ્રોના સમયમાં પણ મેચને ધ્યાનમાં રાખી ફેરફાર કરવામાં આવ્યો છે. સવારના 7 વાગ્યાથી રાત્રિના 1.30 વાગ્યા સુધી ટ્રેનની સેવાઓને લંબાવામાં આવી છે. મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે દર્શાવેલા આઈપીએલ મેચોના દિવસોમાં પરત ફરવા, સ્પેશિયલ ટિકિટ બહાર પાડવામાં આવી છે. ટિકિટ ખરીદવા માટે રાહ જોવી ન પડે તે માટે મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન પર અગાઉથી બપોરે 12 વાગ્યાથી સ્પેશિયલ પેપર ટિકિટની ખરીદી કરી શકાશે.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે