રાજ્ય સરકારે મધ્યાહન ભોજન યોજનામાં કુકિંગ કોસ્ટ વધારી, કર્મીઓએ નિર્ણયનો કર્યો વિરોધ


  • Published By :
  • Published Date : 2023-04-18 19:47:53

ગુજરાત સરકારે મધ્યાહન કર્મીઓની લાંબા સમયની માગ આખરે અંશત: સંતોષી છે. આજે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કરતા મધ્યાહન ભોજન યોજનામાં કુકિંગ કોસ્ટમાં વધારો કર્યો છે. રાજ્ય સરકારે મધ્યાહન ભોજન ધોરણ 1થી 5માં વિદ્યાર્થી દીઠ રૂપિયા 5 અને 45 પૈસાનો વધારો કર્યો છે. ધોરણ 6થી 8માં વિદ્યાર્થી દીઠ રૂપિયા 8 અને 17 પૈસાનો વધારો કર્યો છે.


મધ્યાહન ભોજન કર્મીઓએ કર્યો વિરોધ


રાજ્ય સરકારે  મધ્યાહન ભોજન યોજનામાં કુકિંગ કોસ્ટમાં વધારો કર્યો છતાં મધ્યાહન ભોજન કર્મીઓએ સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળે ઉગ્ર વિરોધ કર્યો છે. મધ્યાહન ભોજન મંડળના સભ્યોએ જણાવ્યું કે, હાલની મોંઘવારી પ્રમાણે સરકારે કરેલો ભાવ વધારો અપુરતો છે. સરકારે  તેમાં હજુ વધારો કરવો જોઈએ. મધ્યાહન ભોજન મંડળના સભ્યો આ મામલે સરકારને રજુઆત કરશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે