રાજસ્થાનના હનુમાનગઢમાં મિગ-21 ફાઈટર જેટ ક્રેશ, 3 મહિલાઓનું મોત, બંને પાયલોટ સુરક્ષિત


  • Published By :
  • Published Date : 2023-05-08 13:56:36

રાજસ્થાનના હનુમાન ગઢમાં સોમવારે સવારે લગભગ 10.25 વાગ્યે ભારતીય હવાઈ દળનું મિગ-21 ફાઈટર જેટ વિમાન ક્રેશ થઈ ગયું છે. આ દુર્ઘટનામાં ત્રણ મહિલાઓનું મોત થયું છે. જ્યારે એક પુરૂષ સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે. જેમાં એક ઘાયલની સ્થિતી ચિંતાજનક છે. ફાઈટર જેટના પાયલોટ રાહુલ અરોડા અને કો-પાયલોટ સુરક્ષિત છે.


કઈ રીતે સર્જાઈ દુર્ઘટના?


હનુમાન ગઢમાં ક્રેસ થયેલા મિગ-21 વિમાનના પાયલોટ રાહુલ અરોડા તેને ઉડાવી રહ્યા હતા. ફાઈટર જેટએ સુરતગઢ એરબેઝથી ઉડાન ભરી હતી. ઉડાન ભરી તેની 15 મિનિટ બાદ જ ટેકનિકલ ખરાબીના પગલે પાયલોટએ વિમાન પરથી પોતાનું નિયંત્રણ ગુમાવી દીધું હતું. જો કે પાયલોટએ તેમની આંતરસુઝ લગાવીને તે વિમાનને રહેવાસી વિસ્તારોથી દુર લઈ ગયા, પરંતું વિમાન જે મકાન ઉપર પડ્યું તે ગામથી દુર હતું. બાદમાં તે બંને પાયલોટએ પેરાશૂટની મદદથી વિમાન પરથી સુરક્ષિત રીતે પડતું નાખ્યું હતું. કેટલાક લોકો તેમની મદદ માટે દોડી પહોંચ્યા હતા. વિમાન જે ઘર પર પડ્યું તેને આગથી બચાવવા માટે ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે