MLA Chaitar Vasava Vs વનકર્મી કેસમાં કેમ ધારાસભ્યની મુશ્કેલી વધી? જાણો Courtએ શું આપ્યો આદેશ?


  • Published By :
  • Published Date : 2023-12-29 16:06:23

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા  રાજપીપળાની જેલમાં છે. તેમને સુરક્ષાના કારણોસર અલગ બેરેકમાં રાખવામાં આવ્યા છે. તો બીજી બાજુ ચૈતર વસાવાની એક મહિના સુધી જેલમાં તપાસ થશે.  અધિકારી અઠવાડિયામાં 2 દિવસ પૂછપરછ કરશે તેવો હુકમ નર્મદા સેશન્સ કોર્ટે કર્યો છે. એટલે જેલમાં પણ તેઓની મુસીબત ઓછી થાય તેવા કોઈ અણસાર દેખાતા નથી. 

વનકર્મી પર ચૈતર વસાવા અને તેમના સાથીઓએ કર્યું ફાયરિંગ!

ચૈતર વસાવા ભલે છેલ્લા 11 દિવસથી જેલમાં છે પરંતુ તેઓ લોકસભાની ચૂંટણી લડશે તેવી વાત તેમના દ્વારા પહોંચાડવામાં આવી છે. તેમનાં સમર્થકો ચૂંટણી માટે તૈયારીઓ કરી રહ્યા છે પણ ચૈતર વસાવાને હવે જેલમાં પણ ચેનથી શ્વાસ લેવા નહીં મળે. જ્યારે આ આખો કેસ સામે આવ્યો ત્યારે એફઆઈઆરમાં જે રીતના ફરિયાદ થઈ હતી કે ચૈતર વસાવા અને એમના સાથીદારોએ ફાયરિંગ પણ કર્યું હતું. તો હવે પોલીસે કોઈપણ સંજોગોમાં એના સબૂત તો શોધવા જ પડશે ત્યારે હવે જેલમાં પૂછપરછ દરમિયાન શું સામે આવે છે તે જોવાનું રહ્યું.


રિમાન્ડને વધારવા માટે કરાઈ શકે છે રજૂઆત!

ડેડીયાપાડા ટ્રાયલ કોર્ટે વધુ 10 દિવસના નામંજૂર કરેલા રિમાન્ડને ડેડીયાપાડા તપાસ અધિકારી પીઆઈ પી.જે.પંડ્યાએ 20 ડિસેમ્બરે રિવિઝન અરજી કરી નર્મદા સેશન્સ કોર્ટમાં પડકારી હતી. નર્મદા પ્રિન્સિપાલ એન્ડ સેશન્સ જજ નેહલકુમાર જોષી સમક્ષ વધુ 10 દિવસના રિમાન્ડ માટેની રિવિઝન અરજી અંગે સુનાવણી હાથ ધરાઈ હતી. સરકાર તરફે સરકારી વકીલ જે.જે.ગોહિલ હાજર રહ્યાં હતાં. જેમાં તપાસ અધિકારી અને સરકારી વકીલે રિવોલ્વર રિકવર કરવા અને અન્ય ઘણી હકીકતો બહાર આવી શકે તેમ હોય તેમજ વધુ રિમાન્ડ મંજૂર કરવા રજૂઆતો કરી હતી. 

7 જાન્યુઆરીએ અરવિંદ કેજરીવાલ આવશે ડેડીયાપાડા

કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ ચૈતર વસાવાની પોલીસ એક મહિના સુધી જેલમાં સપ્તાહમાં 2 દિવસ સુધી પૂછપરછ કરી શકે છે તેઓ હુકમ કર્યો છે. જ્યારે રિવોલ્વરની રિકવરીના એકના એક મુદ્દે માગવામાં આવતા રિમાન્ડમાં કોર્ટે રિવોલ્વર સંતાડી હોય કે પુરાવાનો નાશ કર્યાનું જણાતું હોય તો પોલીસને આઈપીસી 201ની કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહી કરી શકે છે તેવી પણ ટકોર કરી છે. અને આ બધાની વચ્ચે ચૈતર વસાવા સતત જેલમાંથી સંદેશો મોકલે છે કે કોઈપણ સંજોગોમાં એ લોકસભાની ચૂંટણી લડશે આમ આદમી પાર્ટીનાં દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ થોડા સમયમાં ભરૂચની મુલાકાત લેશે તો આ કેસમાં આગળ શું થાય છે એ જોવાનું રહ્યું! 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે