હું પીર, ફકીર, અલી અને શ્રી રામનો હનુમાન પણ છું: MLA હાર્દિક પટેલ


  • Published By :
  • Published Date : 2023-06-20 13:11:58

વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે પણ રવિવારે એક કાર્યક્રમમમાં ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 9 વર્ષ પૂરા થયા તે નિમિત્તે વિરમગામ-માંડલ વિધાનસભા મતવિસ્તારમાં વરમોર-વિઠ્ઠલાપુર હાઈવે પર તેની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ધારાસભ્ય હાર્દિક પટેલે મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ સમયે હાર્દિક પટેલે શૌર્ય સંમેલનમાં લોકોને સંબોધન કર્યું હતું, જ્યાં તેમણે ‘હું હિન્દુ છુ’નો નારો આપ્યો હતો.


હાર્દિક પટેલે કર્યું કાવ્યનું પઠન


આ પ્રસંગે હાર્દિક પટેલે સંમેલનમાં લોકોને સંબોધતા કર્યું હતું, અને મંચ પરથી તેમના મોબાઈલમાંથી એક કવિતા વાંચી સંભળાવી હતી. "હું રૂદ્રાક્ષની માળામાં છું. હું તલવાર, કટાર અને ભાલામાં પણ છુ, હું શ્વેત છું હું શુદ્ધ પણ છુ. વિરુદ્ધ જશો મારી તો હું યુદ્ધ પણ છુ. ઈતિહાસમાં જોયેલા આસું અને વહેલી રક્તધારા પણ છુ. હું આ ધરતીનું કેન્દ્ર બિંદુ-પ્રાણ હું હિન્દુ છુ. હું સ્મશાનની અગ્નિ, ગંગાનું પાણી, કબ્રની માટી છુ. હું પીર, ફકીર, અલી અને શ્રીરામનો હનુમાન પણ છુ. હું ભોળો છુ, સરળ પણ તમારો મિત્ર પણ છું, હું લડી પણ લઉં અને તારા માટે મરી પણ જઉં એવી શક્તિ છું, હું આ ધરતીનું કેન્દ્ર બિંદુ છુ, પ્રણામ હું હિન્દુ છુ."



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે