દેશમાં 32 ટકા 4G અને 5G સબ્સ્ક્રાઇબર્સ કવરેજની સમસ્યાથી ત્રસ્ત: રિપોર્ટ


  • Published By :
  • Published Date : 2023-02-17 18:49:42

દેશમાં ટેલિકોમ ગ્રાહકોને 4G અને 5G સેવાઓ માટે તગડી રકમ ચૂકવતા હોવા છતાં યોગ્ય સેવા મળતી નથી. લગભગ 32 ટકા મોબાઇલ સેવા સબ્સ્ક્રાઇબર્સ તેમના મોટાભાગના દિવસ માટે કવરેજ મેળવી શક્તા નથી અને સર્વે કરાયેલા 69 ટકા લોકો દરરોજ કૉલ કનેક્શન અને કોલ ડ્રોપની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં લોકલ સર્કલ્સે કરેલા એક સર્વેમાં આ મોટો ખુલાસો થયો છે. 


50 ટકાથી વધુ ગ્રાહકોને વોઈસ કોલ્સમાં સમસ્યા


લોકલસર્કલ્સના જણાવ્યા અનુસાર,દેશમાં માત્ર 26 ટકા મોબાઇલ સર્વિસ સબ્સ્ક્રાઇબર્સે જણાવ્યું હતું કે તેમના ઘરમાં હાલના તમામ ઓપરેટરોનું વોઈસ કવરેજ સારૂ છે. જ્યારે 5 ટકાએ જણાવ્યું હતું કે તેમના કાર્યસ્થળે ત્રણેય ઓપરેટરોનું સારું વોઈસ કવરેજ છે. 20 ટકા ટેલિકોમ ગ્રાહકો કનેક્ટિવિટીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જ્યારે 50 ટકાથી વધુ સબ્સક્રાઈબર્સ વોઈસ કોલ્સની સમસ્યાથી ત્રસ્ત છે. 


માત્ર 16 ટકા ગ્રાહકોએ 5G પર સ્વિચ કર્યું


લોકલ સર્કલ્સે TRAI સાથે 5G સર્વિસ પરના તેના સર્વેના તારણો શેર કર્યા છે, દેશમાં માત્ર 16 ટકા મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સએ જ 5G પર સ્વિચ કર્યું છે. આ સબ્સ્ક્રાઇબર્સે જ 5G કોલ કનેક્શન અને કોલ ડ્રોપની સમસ્યાઓમાં સુધારો દર્શાવ્યો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે