મોદી સરનેમ કેસમાં રાહુલ ગાધીને મોટી રાહત,જાણો આજે પટણા હાઈકોર્ટમાં શું થયું?


  • Published By :
  • Published Date : 2023-04-24 15:18:37

કોંગ્રસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં પટણા હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. પટણા MP-MAL કોર્ટે તેમને મોદી સરનેમ કેસમાં 25 એપ્રીલ એટલે કે મંગળવાર સુધી હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. આ મામલે રાહુલ ગાંધી દ્વારા પટણા હાઈકોર્ટમાં તે અંગે અપીલ કરવામાં આવી હતી. પટણા હાઈકોર્ટે MP-MAL કોર્ટના આદેશ પર 15 મે સુધી સ્ટે લગાવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપના નેતા સુશીલ મોદીએ રાહુલ ગાધી સામે કેસ કર્યો છે.


15 મે સુધી મળી રાહત


રાહુલ ગાંધીની અરજીની સુનાવણી હાથ ધરતા પટણા હાઈકોર્ટે નીચલી અદાલતમાં કાલે 25 એપ્રીલે હાજર રહેવાથી રાહત આપી છે. હાઈકોર્ટે નીચલી અદાલતના હુકમ પર સ્ટે લગાવતા આ  મામલે આગામી સુનાવણી 16 મે નક્કી કરી છે.  


સુશીલ મોદીએ 2019માં કેસ દાખલ કર્યો હતો


અત્રે ઉલ્લેખનિય છે કે આ મામલો "મોદી સરનેમ" પર કરવામાં આવેલી ટિપ્પણી સાથે પણ સંબંધિત છે. બીજેપી સાંસદ અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ 2019માં કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે 2019 માં કર્ણાટકના કોલારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં કહ્યું હતું કે "બધા મોદી ચોર છે". મારી અટક પણ મોદી જ છે. આ નિવેદનથી મોદી સરનેમ ધરાવતા લોકોને ખૂબ જ દુઃખ થયું છે. આથી તેણે કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. હાલ રાહુલ ગાંધી આ મામલામાં જામીન પર છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે