મોહનસિંહ રાઠવાનું કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું, ભાજપમાં જોડાયા


  • Published By :
  • Published Date : 2022-11-08 17:37:59

છોટાઉદેપુરના દિગ્ગજ નેતા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસમાં દાયકાઓથી જીતતા આવતા કદાવર નેતા મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાઈ ગયા છે. મોહનસિંહ રાઠવા કોંગ્રેસમાંથી રાજીનામું આપશે તેનો અર્થ એવો થઈ શકે કે હવે નારણ રાઠવાના પુત્ર સંગ્રામસિંહ રાઠવાને ટિકિટ મળશે. 


કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષને પત્ર લખીને આપ્યું રાજીનામું

અગાઉ પણ મોહનસિંહ રાઠવાએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. જ્યારે હવે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદિશ ઠાકોરને પત્ર લખીને જાણ કરી છે. પત્રમાં તેમણે લખ્યું હતું કે તેઓ છોટાઉદેપુર 137 બેઠક પરથી રાજીનામું આપે છે. તેમણે પત્રમાં લખ્યું છે કે કોંગ્રેસના સદસ્ય સહિતના તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું. મોહનસિંહ રાઠવા તેમના પુત્ર માટે ટિકિટ માગી રહ્યા હતા. તેમનું જણાવવું હતું કે યુવાનોને ટિકિટ મળે તો સારું. 


કોણ છે મોહનસિંહ રાઠવા?

મોહનસિંહ રાઠવા 1972થી ધારાસભ્ય પદે છે. તેઓ સતત 11 ટર્મથી ચૂંટણી લડતા આવ્યા છે અને 10 વાર ચૂંટણી જીત્યા છે. મોહનસિંહ રાઠવા બે વાર લોકસભા માટે પણ ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમનો હારનો સામનો કરવો પડ્યો હતો








ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે