નોરતામાં વરસાદી વિઘ્ન યથાવત, આગામી ત્રણ દિવસ છુટાછવાયા વરસાદની આગાહી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 16:14:12

હવામાન વિભાગના ડાયરેકટર ડો.મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ, આગામી ત્રણ દિવસ વરસાદ રહેશે. રાજ્યમાં સામાન્ય અને છુટોછવાયો વરસાદ પડશે. ભારે વરસાદની કોઈ આગાહી નથી, સૌરાષ્ટ્રમાં છુટોછવાયો સામાન્ય વરસાદ પડશે. ત્રણ દિવસ બાદ વરસાદની કોઈ આગાહી નથી. ત્રણ દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં કોઈ આગાહી નથી, જોકે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને અમદાવાદમાં આગામી 2 દિવસ સામાન્ય વરસાદના વરતારા છે. શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ આ સાથે ખેડા અને બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સોરાષ્ટ્રમાં પણ જૂનાગઢ અને અમરેલીમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.સિઝનનો અત્યાર સુધીમાં 29 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી


હવામાન વિભાગના ડાયરેકટર ડો.મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ, આગામી ત્રણ દિવસ વરસાદ રહેશે. રાજ્યમાં સામાન્ય અને છુટોછવાયો વરસાદ પડશે. ભારે વરસાદની કોઈ આગાહી નથી, સૌરાષ્ટ્રમાં છુટોછવાયો સામાન્ય વરસાદ પડશે. ત્રણ દિવસ બાદ વરસાદની કોઈ આગાહી નથી. ત્રણ દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં કોઈ આગાહી નથી, જોકે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. અમદાવાદમા ક્યાંક છુટોછવાયો વરસાદ થઈ શકે છે, સિઝનનો અત્યાર સુધીમાં 29 ટકા વધુ વરસાદ નોંધાયો છે.


કચ્છમાંથી ચોમાસાની વિદાય 


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કચ્છમાંથી આંશિકપણે ચોમાસાની વિદાય શરૂ થઈ છે. જોકે સંપૂર્ણ વિદાય થતાં હજુ સમય લાગશે. સિસ્ટમ બનતી હોવાથી વરસાદી માહોલ યથાવત રહેશે. કચ્છમાં 34 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે. 


સુરતના વાતાવરણમાં પલટો, ઝરમર વરસાદ શરૂ


હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો છે. શહેરના અઠવા, પારલે પોઇન્ટ,પીપલોદ, ઉમરા,વેસુ VIP રોડ,પાલ અડાજણ સહિતના વિસ્તારમાં વરસાદ છે. આ ઉપરાંત સુરતના કામરેજ વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે.  સુરતમાં નવરાત્રીમાં વરસાદને લઈ ખેલૈયાઓ ચિંતિત બન્યા છે.


વડોદરામાં વરસાદી વિઘ્ન


સંસ્કારી નગરી વડોદરામાં નવલી નવરાત્રી દરમિયાન વરસાદી વિઘ્ન  આવ્યું છે. વાઘોડિયા રોડ,આજવા રોડ, ડભોઇ રોડ વિસ્તારમાં વરસાદી માહોલ છે. વડોદરામાં વરસાદ થતાં ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં મુકાયા છે. શહેર અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે