Morari Bapuએ યુવાનોને આપી સલાહ, કહ્યું કે : ગામડાઓમાં રહેતા લોકોને Heart Attack એટલા માટે નથી આવતો, કારણ કે...


  • Published By :
  • Published Date : 2023-11-06 13:58:24

કોરોના બાદ યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. નાની વયે યુવાનો મોતને ભેટી રહ્યા છે. યુવાનોમાં વધી રહેલા કિસ્સાઓએ સરકારની ચિંતા વધારી છે. શા માટે યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ વધી રહ્યા છે તેનું કારણ જાણવા માટે ડોક્ટરની કમિટી તપાસ કરી રહી છે. રિસર્ચ ચાલી રહ્યો છે. આ બધા વચ્ચે મોરારી બાપુએ હાર્ટ એટેકને લઈ નિવેદન આપ્યું છે. મહુવા ખાતે કથાની પુર્ણાહુતી દરમિયાન તેમણે કહ્યું કે તાળી પાડો અને રામનું નામ લો એટલે હાર્ટ એટેક નહીં આવે. તાળી પાડવાથી બંધ નળીઓ ખુલી જશે અને હાર્ટ એટેક નહીં આવે.

તાલી પાડવાથી નળીઓ ખુલી જાય છે - મોરારી બાપુ 

યુવાનોમાં હાર્ટ એટેક આવવાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. અનેક કિસ્સાઓ, સમાચારો સામે આવતા રહે છે જેમાં યુવાનો મોતને ભેટી રહ્યા છે. રાજ્યમાં વધતા હાર્ટ એટેકને કારણે સરકાર પણ ચિંતામાં મૂકાઈ છે. નિષ્ણાતોની ટીમ આનું કારણ જાણવા માટે રિસર્ચ કરી રહી છે. આજે પણ એક યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોય તેવી માહિતી સામે આવી છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ વચ્ચે કથાકાર મોરારી બાપુએ એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું કે તાળી પાડો અને રામનું નામ લો એટલે હાર્ટ એટેક નહીં આવે. આનો તર્ક આપતા તેમણે કહ્યું કે તાળી પાડવાથી બંધ નળીઓ ખુલી જશે અને હાર્ટ એટેક નહીં આવે. જૂના જમાનામાં ઋષિ મુનિઓ તાળી પાડીને ભજનો કરતા હતા. તેમને ક્યારેય હાર્ટ એટેક આવતો ન હતો. તેમજ ગામડાનાં લોકો ઉલી ઊલીને તાળીઓ પાડતા હતા. આજે યુવાનો કહે છે મારી નળી બંધ થઈ ગઈ છે.  હું કહું છું તાળી પાડીને અંતરનાં દરવાજા ખોલજો એટેક નહી આવે.  


યુવાનો પર વધી રહ્યો છે હાર્ટ એટેકનો ખતરો!

મહત્વનું છે કે હાર્ટ એટેકના કિસ્સાઓ પ્રતિદિન સામે આવી રહ્યા છે. કોઈ ગરબા રમતા રમતા તો કોઈ યોગા કરતા કરતા મોતને ભેટી રહ્યા છે. સાજો લાગતો માણસ ક્યારે ગમે ત્યારે મરી જાય છે તેવા વીડિયો તેવા સમાચારો આપણે જોયા છે. ત્યારે મોરારી બાપુએ હાર્ટ એટેકને લઈ આપેલું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.   


ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે