મોરબી કરૂણાંતિકા: 8 આરોપીઓની જામીન અરજી ડિસ્ટ્રીક્ટ કોર્ટે ફગાવી


  • Published By :
  • Published Date : 2022-11-23 19:48:06

ગુજરાત અને દેશભરમાં હડકંપ મચાવી દેનારી મોરબી પૂલ દુર્ઘટના બાદ પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી હતી. આજે મોરબી ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં આરોપીઓની જામીન અરજી પર સુનાવણી થઈ હતી જો કે કોર્ટે  8 આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી. હવે 9માં આરોપીની જામીન અરજી મુદ્દે આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે. કોર્ટે જામીન ફગાવ્યા બાદ હાલ તો જ્યુડિશિયલ કસ્ટડી પૂર્ણ થઇ જતા તમામને જેલમાં મોકલી આપવામાં આવશે.


FSL રિપોર્ટમાં શું ઘટસ્ફોટ થયો?


મોરબીની સ્થાનિક કોર્ટમાં રજૂ કરાયેલા FSL રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. જેમાં આ બ્રિજનું સંચાલન કરતી ઓરેવા કંપનીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ઝૂલતા પુલના કેબલ અને બોલ્ટ કટાઇ ગયેલા અને બોલ્ટ ઢીલા થઇ ગયા હતા. કંપનીએ પુલની ક્ષમતાની પરવા કર્યા વગર આડેધડ 3165 ટિકિટો આપી દીધી હતી. તે ઉપરાંત સીકયુરીટી ગાર્ડને કોઇ ટ્રેનિંગ આપવમાં આવી ન હતી.


મોરબી દુર્ઘટનામાં 135 લોકોના મોત


મોરબીકાંડમાં 135 લોકોનાં મોત થયા હતા, આ ઘટનાથી હાહાકાર મચી ગયો હતો. મોરબી પુલની સંચાલનની જવાબદારી જે ઓરેવા ગ્રુપને સોંપાઇ હતી તેના માલિક વિરુદ્ધ પણ આક્ષેપો થઇ રહ્યા છે. જો કે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ દુર્ઘટના બાદ મેનેજર, સિક્યુરિટી ગાર્ડ સહિતના 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે