Morbi : મંચ પરથી Parshottam Rupalaએ લગાવ્યા જય શિવાજી જય ભવાનીના નારા, ક્ષત્રિય સમાજને અપીલ કરતા કહ્યું નાની-મોટી વાતને જતી કરી....


  • Published By :
  • Published Date : 2024-04-23 18:03:30

ગુજરાતમાં રાજકરણ ગરમાઈ રહ્યું છે... એક તરફ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ સુરત લોકસભા બેઠક ગઈકાલથી ચર્ચામાં છે.. પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજની માગ હતી કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. અનેક આંદોલનો પણ કર્યા. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ દેખાયો તો ભાજપ પોતાની માગ પર... ક્ષત્રિય સમાજની માફી પરષોત્તમ રૂપાલાએ અનેક વખત માગી ત્યારે ગઈકાલે ફરી એક વખત પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માગી છે... 

વિવાદને શાંત કરવા માટે ભાજપે કર્યા અનેક પ્રયત્નો

લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે.. 7 તારીખે ગુજરાતમાં લોકસભા ચૂંટણી થવાની છે.. ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે. પરંતુ અનેક વખત નેતા દ્વારા આપવામાં આવતા નિવેદનને કારણે વિવાદ ઉભો થઈ જતો હોય છે...  પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ નિવેદન આપ્યું હતું જેને લઈ ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. ક્ષત્રિય સમાજની માફી અનેક વખત પરષોત્તમ રૂપાલાએ માગી. વિવાદને શાંત કરવા માટે અનેક વખત ભાજપના નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક થઈ હતી.. બેઠકનું કોઈ પરિણામ આવ્યું નહી.. સી.આર.પાટીલ દ્વારા પણ માફી માગવામાં આવી..


પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને કરી આ અપીલ

ત્યારે ક્ષત્રિય સમાજની માફી ફરી એક વાર પરષોત્તમ રૂપાલાએ માગી છે.. પરષોત્તમ રૂપાલા ગઈકાલે મોરબીના પ્રવાસે હતા જ્યાં મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું. મંચ પરથી પરષોત્તમ રૂપાલાએ ભાષણ આપ્યું અને ક્ષત્રિય સમાજને અપીલ કરી હતી. પોતાના ભાષણ દરમિયાન પરષોત્તમ રૂપાલાઅ જય શિવાજી, જય ભવાનીના નારા પણ લગાવ્યા હતા અને ક્ષત્રિય સમાજને અપીલ પણ કરી હતી... અપીલ કરતા પરષોત્તમ રૂપાલાએ કહ્યું કે મોદીના હાથ મજબૂત બનાવો નરેન્દ્ર મોદીનું આ પ્રકારનું શાસન ચાલતું હોય ત્યારે નાની-મોટી વાતને દરગુજર કરી ક્ષત્રિયો પણ સાથે જોડાય તેવી વિનમ્ર અપીલ કરી હતી.


વિવાદને ડામવા માટે ભાજપે તેજ કરી કવાયત!

મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા માટે ભાજપ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.. ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. બે નેતાઓ દ્વારા ઉપરાઉપરી બંધબારણે આગેવાનો સાથે બેઠકો કરવામાં આવી રહી છે.. તો બીજી તરફ એવા પણ દ્રશ્યો આવ્યા જ્યાં આ મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિવાદનું શું પરિણામ આવે છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે...   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.