દેશમાં ફરી એક વખત નોંધાયા 1000થી વધુ કોરોના કેસ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા લોકો થયા કોરોના સંક્રમિત


  • Published By :
  • Published Date : 2023-03-27 12:42:21

કોરોના સંક્રમણ દેશમાં ફરી એક વખત વધી રહ્યું હોય તેવી રીતે કોરોના કેસોના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોના આંકડાની વાત કરીએ તો નવા 1805 કેસ સામે આવ્યા છે. જ્યારે 6 જેટલા લોકોના મોત થઈ ગયા છે. છેલ્લા અનેક દિવસોથી કોરોના સંક્રમિતોનો આંકડા 1000ને પાર પહોંચી રહ્યો છે. વધતા કોરોના સંક્રમણને જોતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય એક્ટિવ મોડમાં આવી ગઈ છે. 


24 કલાકમાં 1805 લોકો થયા કોરોના સંક્રમિત 

થોડા વર્ષો પહેલા આવેલી કોરોના મહામારીએ લોકોના જીવનને પ્રભાવિત કર્યું છે. કોરોનાથી અનેક લોકો સંક્રમિત થયા હતા જ્યારે અનેક લોકોના મોત થયા હતા. કોરોનાની દરેક વેવ લોકો માટે ઘાતક સાબિત થઈ હતી. ત્યારે ફરી એક વખત દૈનિક કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1805 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે જ્યારે 6 જેટલા લોકોના મોત કોરોનાને કારણે થયા છે. ચંડીગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં એક એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે કેરળમાં 2 લોકોના મોત થયા છે. કોરોના સંક્રમિતોના આંકડો સતત વધી રહ્યો છે. દેશમાં એક્ટિવ કેસની વાત કરીએ તો આ આંકડો 10 હજારને પાર પહોંચી ગયો છે.  


સમગ્ર દેશમાં આ તારીખે યોજાશે મોક ડ્રિલ 

દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય વધતા કોરોના કેસને લઈ સતર્ક થયો છે. કોવિડને લઈ આજે સમિક્ષા બેઠક બોલોવામાં આવી છે જેમાં રાજ્યોના આરોગ્ય સચિવો તેમજ વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. આ બેઠકમાં મોક ડ્રિલની પણ જાણકારી આપવામાં આવશે. 10 તેમજ 11મી એપ્રિલના રોજ સમગ્ર દેશમાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસોથી આવતા 1000થી વધારે કેસોને લઈ ચિંતા વધી છે. ડેલી પોઝિટિવિટી રેટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે