નવસારીમાં 200થી વધુ લોકો AAPમાં જોડાયા !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 16:22:28

વિધાનસભાની ચૂંટણી નજીક આવે છે ત્યારે આપ ગુજરાત જીતવા તમામ પ્રયાસો કરી રહી છે. ત્યારે હાલ નવસારી ખાતે AAP દ્વારા સદસ્યતા અભીયાન ચાલુ કરવામાં આવ્યું કાર્યકર્મ દરમિયાન 200થી વધુ કાર્યકરો આપમાં જોડાયા  ઉલ્લેખનીય છે કે અત્યારે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પણ ગુજરાત પ્રવાસે આવ્યા છે. એની પહેલા સદસ્યતા અભિયાન લગભગ સફળ રહેતા રાજકારણ ગરમાયું છે.

 

નવસારીમાં આપ છવાયું

વિધાનસભા ચૂંટણીને લઈને તડામાર તૈયારીયો કરી રહ્યા છે અને નવસારી માં સદસ્યતા અભિયાન સફળ રહ્યું તેમ કેહવાય કેમકે કાર્યકરમાં 200 નવા લોકોએ આપના ખેસ ધારણ કર્યા.

 

કોળી પટેલ આપ તરફ વળ્યા

નવસારી વિધાનસભા બેઠક પર કોળી પટેલ સમાજના આગેવાનો ગેમ ચેન્જર સાબિત થાય છે. ત્યારે સમાજના દિગ્ગજ આગેવાનો પણ આ અભિયાન દરમિયાન આપમાં જોડાયા અને અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત પ્રવાસે આવ્યા છે અને તે દરમિયાન તેઓ સરકારી નોકરી બેરોજગારી મુદે જાનતાને સંબોધન કરશે 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે