ગુજરાતમાં નેતાઓના આટાફેરા શરૂ !!!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 12:57:44

અરવિંદ કેજરીવાલનો  કાર્યક્રમ 

વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે નેતાઓ એક બાદ એક ગુજરાતના પ્રવાસ પર છે ત્યારે અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતના પ્રવાસે છે આજે તેઓ વડોદરા ખાતે ટાઉન હોલ  મિટિંગ કરશે . અરવિંદ કેજરીવાલ આજે બપોરે ૧૨:૩૦ વાગ્યે વડોદરા એરપોર્ટ ખાતે પોહશે ત્યારે બાદ વડોદરા ખાતે બપોરે ૧:૩૦ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ ને સંબોધિત કરશે . અને ત્યાંથી ૩:૦૦ વાગ્યે પેરન્ટ્સ ટીચર્સ સાથે ટાઉન હોલ  મિટિંગ કરશે. જેમાં શિક્ષણને લઈ ને ચર્ચા થશે .જ્યારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ 21મી સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવી રહ્યા છે. તેઓ ઉત્તર ગુજરાતમાં યાત્રાનો પ્રારંભ કરાવશે. મનીષ સિસોદયા અમદાવાદના સાબરમતી આશ્રમના દર્શન કરી યાત્રા નો પ્રારભ કરશે. 


પ્રિયંકા ગાંધી પણ આવશે વડોદરા

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવવાની સાથે જ દિગ્ગજ નેતાઓના રાજ્યમાં આંટાફેરા વધી રહ્યા છે. મોદી, શાહ અને કેજરીવાલ સતત રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. કોંગ્રેસના રાહુલ ગાંધી પણ મુલાકાતે આવી ગયા છે. 30 સપ્ટેમ્બર આસપાસ પ્રિયંકા ગુજરાત આવી શકે છે. વડોદરા ખાતે પ્રિયંકા ગાંધી રોડ શો કરી શકે છે. ઉપરાંત આણંદ ખાતે મહિલા સંમેલનને સંબોધી શકે છે. આણંદ અથવા વડોદરામાં ગરબામાં પણ ભાગ લઈ શકે છે. હાલ પ્રિયંકા ગાંધીના કાર્યક્રમને કોંગ્રેસ દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે. 

PM નરેન્દ્રમોદી પણ ગુજરાત પ્રવાસે 

pm નરેન્દ્રમોદી પણ ટુંક સમયમાં ગુજરાતના પ્રવાસે આવશે પીએમ મોદી ડાપ્રધાન 29, 30 સપ્ટેમ્બરે સુરત, ભાવનગર, અંબાજીના પ્રવાસે આવવાના છે. સાથે તેઓ 9, 10 અને 11 ઓક્ટોબરના એમ ત્રણ દિવસ ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે.   





ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે