મોહરમની રજા રદ, આવતીકાલે શાળાઓ ચાલુ રાખવા શિક્ષણ વિભાગનો પરિપત્ર, જાણો કારણ


  • Published By :
  • Published Date : 2023-07-28 22:46:11

મુસ્લિમ બિરાદરોનો પવિત્ર તહેવાર મોહરમ આવતીકાલે છે, તેથી શાળાઓમાં મોહરમની રજા જાહેર કરાઈ ચુકી છે, પરંતું કેન્દ્ર સરકારે આવતીકાલે  શાળાઓ ચાલુ રાખવા નોટીફિકેશન બહાર પાડ્યું છે. કેન્દ્રના નોટીફિકેશન બાદ રાજ્યનાં શિક્ષણ વિભાગે આજે પરિપત્ર જાહેર કર્યો છે. નવી શિક્ષણ નીતિનાં 3 વર્ષ પૂર્ણ થતા હોવાથી પીએમ મોદી 'અખિલ ભારતીય શિક્ષા સમાગમ'નું ઉદઘાટન કરશે. જેને લઈને 9 થી 12 સુધી તમામ શાળાઓમાં આ કાર્યક્રમ દર્શાવવા માટે પરિપત્ર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે તો 24 જુલાઈનાં રોજ પરિપત્ર કરી શાળાઓ 29 જુલાઈએ ચાલુ રાખવા જાણ કરી હતી, જો કે શિક્ષણ વિભાગ તરફથી 28 જુલાઈએ પરિપત્ર જાહેર કરાયો છે. 


પત્રમાં શું આદેશ કરાયો?


નિયામક દ્વારા તમામ DEOઓને પત્ર લખી આવતીકાલે શાળા ચાલુ રાખવા આદેશ આપી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારનાં નોટીફિકેશન બાદ રાજ્યનાં શિક્ષણ વિભાગે આજે પરિપત્ર જાહેર કર્યો છે. નવી શિક્ષણ નીતિનાં 3 વર્ષ પૂર્ણ થતા હોવાથી પીએમ મોદી 'અખિલ ભારતીય શિક્ષા સમાગમ'નું ઉદઘાટન કરશે. 29 જુલાઈએ 9 થી 12 દરમિયાન શાળાઓ ચાલુ રાખી વિદ્યાર્થીઓ, શિક્ષકોને જીવંત પ્રસારણ નિહાળવા, ત્યારબાદ બપોરે 2 વાગે સુધી પત્રક ભરી સોફ્ટ કોપી ઇ-મેઇલ કરવા આદેશ કરાયો છે. આવતીકાલે મોહરમ હોવાથી અનેક સ્કૂલોમાં અગાઉથી જ રજા જાહેર કરાઈ ચુકી છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે