મુકેશ અંબાણીએ કરી Jio 5Gની જાહેરાત, જાણો ક્યારે મળશે સર્વિસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-29 16:12:37

રિલાયન્સ જીઓની 5G સેવાની આતુરતાથી રાહ જોઈ રહેલા લોકોની ઈચ્છા અંતે પુરી થઈ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ  (RIL)ની 45મી એન્યુઅલ જનરલ મીટિંગમાં કંપનીના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ જીઓની 5G સર્વિસની જાહેરાત કરી હતી. RILના રોકાણકારોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરતા મુકેશ અંબાણીએ જણાવ્યું કે બ્રોડબ્રેન્ડની સ્પીડ હવે પહેલાની તુલનામાં ઘણી ફાસ્ટ હશે. કંપની ઓછામાં ઓછી કિંમતે તેની 5G સેવા આપશે. તે સાથે જ કનેક્ટેડ સોલ્યૂશન પણ આપવામાં આવશે. આ સર્વિસ દ્વારા દેશભરમાં 100 મિલિયન ઘરોને કનેક્ટ કરવામાં આવશે.


એડવાન્સ SA ટેકનોલોજી પર આધારીત  5G સેવા


કંપનીની  5G સેવા અંગે માહિતી આપતા મુકેશ અંબાણીએ જમાવ્યું કે જીઓની 5G સર્વિસ અદ્યતન SA ટેકનોલોજી પર આધારીત હશે. દેશની અન્ય ટેલીકોમ કંપનીઓ જુના સોલ્યુશનનો ઉપયોગ કરીને તેમની  5G સર્વિસ લોન્ચ કરી રહી છે, જ્યારે JIO સ્ટેંડએલોન 5G સર્વિસનો ઉપયોગ કરશે.


મેટ્રો શહેરોમાંથી થશે પ્રારંભ


આ  5G નેટવર્ક માટે કંપની 2 લાખ કરોડ ખર્ચ કરશે. દિવાળીના સમયે જીઓ 5G લોન્ચ કરવામાં આવશે. આ સર્વિસને સૌથી પહેલા મેટ્રો શહેરોમાં લોન્ચ કરવામાં આવશે.  વર્ષ 2023ના ડિસેમ્બર સુધીમાં દરેક શહેરમાં જીઓ 5G લોન્ચ કરવામાં આવશે.  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .