મુકેશ અંબાણી કાર માર્કેટમાં પણ કરશે એન્ટ્રી, MG Motors ખરીદવાની તૈયારીમાં, વર્ષના અંત સુધીમાં પુરી થશે ડીલ


  • Published By :
  • Published Date : 2023-05-12 19:47:28

દેશના અગ્રણી બિઝનેસ મેન મુકેશ અંબાણી હવે ઓટોમોબાઈલ ક્ષેત્રે ઝંપલાવી રહ્યા છે. મળતી જાણકારી મુજબ મુકેશ અંબાણી દેશની જાણીતી મોટર કંપની એમજી મોટર (MG Motor)નો બિઝનેસ ખરીદવા જઈ રહ્યા છે. આ રીતે અંબાણી પેટ્રોકેમિકલ બાદ નવા ઓટોમોબાઈલ બિઝનેસમાં પણ પ્રવેશી રહ્યા છે. મળતા સમાચારો મુજબ MG Motorની ચીનની પેરેન્ટ કંપની SAIC તેનો બહુમતી હિસ્સો વેચવા માગે છે. જે માટે તે દેશના અગ્રણી બિઝનેસ હાઉસ સાથે ચર્ચા કરી રહી છે. 


SAIC કંપની આ ગ્રુપ સાથે કરી રહી છે ચર્ચા


SAIC તેનો ભારતમાં કાર્યરત ઓટો મોબાઈલ બિઝનેશનો મેજોરીટી હિસ્સો વેચવા માગે છે. આ માટે કંપની દેશની અગ્રણી કંપનીઓ જેવી કે હીરો ગ્રુપ, પ્રેમજી ઈન્વેસ્ટ અને જેએસડબલ્યુ ગ્રુપનો પણ સમાવેશ થાય છે. જો કે આમાં રિલાયન્સ ગ્રુપ સૌથી આગળ છે. આ માલે એમ જી મોટર આ વર્ષના અંત સુધીમાં ડીલ પુરી કરી શકે છે. મુકેશ અંબાણી જે એમજી મોટરને ખરીદવાની તૈયારીમાં છે.  


શા માટે એમજી મોટરમાં હિસ્સો વેચી રહી છે કંપની?


એમજી મોટરની પેરેન્ટ કંપની SAIC તેનો મેજોરીટી હિસ્સો વેચી રહી છે, તેનો અર્થએ કે કંપની એમજી મોટર ઈન્ડિયા પોતાનો 50 ટકાથી પણ વધુ હિસ્સો વેચવાની તૈયારી કરી રહી છે. જો આ ડિલ પુરી થઈ જાય છે તો એમ જી મોટરના ભારત સ્થિત ઓટો મોબાઈલ બિઝનેશ પર રિલાયન્સ ગ્રુપનો કબજો થઈ જશે. હકીકતમાં એમજી મોટરને તેના બિઝનેશને આગળ વધારવા માટે નાણાંની જરૂર છે. આ માટે તે પોતાની  કંપનીનો મોટાભાગનો હિસ્સો વેચવા માગે છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે