અવધેશ રાય હત્યા કેસમાં બાહુબલી મુખ્તાર અન્સારી દોષિત, વારાણસીની MP/MLA કોર્ટ સંભળાવશે આજે સજા


  • Published By :
  • Published Date : 2023-06-05 13:50:57

ઉત્તર પ્રદેશના વધુ એક માફિયા-નેતા મુખ્તાર અન્સારીની મુશ્કેલીઓ વધી છે, વારાણસીની MP/MLA કોર્ટે ડોન મુખ્તાર અન્સારીને 32 વર્ષ જુના એક કેસમાં પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. આજે સોમવારે ચુકાદો આપતા વારાણસી કોર્ટે મુખ્તાર અંસારીને દોષિત જાહેર કર્યો છે. મુખ્તાર અંસારીને કોર્ટ લંચ બાદ સજા સંભળાવશે. પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારી હાલ બાંદા જેલમાં બંધ છે.


સમગ્ર મામલો શું છે?


અત્રે ઉલ્લેખનીય છે કે, 3 ઓગસ્ટ 1991ના રોજ વારાણસીમાં અજય રાયના ઘરની બહાર અવધેશની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અવધેશ રાય કોંગ્રેસના નેતા અજય રાયના ભાઈ હતા. આ હત્યાકાંડ પછી પૂર્વ ધારાસભ્ય અજય રાયે પૂર્વ ધારાસભ્ય અબ્દુલ કલામ સહિત મુખ્તાર અંસારી, ભીમ સિંહ, કમલેશ સિંહ, રાકેશ વિરુદ્ધ ચેતગંજ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. જોકે, 5 આરોપીઓ પૈકી અબ્દુલ અને કમલેશના મોત થયા છે. કોર્ટનો નિર્ણય આવતા પહેલા અજય રાયે કહ્યું કે, "તેમની 32 વર્ષની રાહ આજે પૂરી થઈ રહી છે અને તેમને આશા છે કે તેમને ન્યાય મળશે." દરમિયાન, નિર્ણયને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્ર દ્વારા સમગ્ર કોર્ટ સંકુલને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે