સેલ્ફી દ્વારા AMCના અધિકારીઓએ હાજરી પૂરાવી કરાઈ ફરજિયાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 14:30:46

16 સપ્ટેમ્બરથી મ્યુનિસિપલ અધિકારી તેમજ કર્મચારીઓ માટે નવો નિયમ લાગૂ કરવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીએ કરેલા નિર્ણય અંતર્ગત કોર્પોરેશનના વર્ગ 1,2 અને વર્ગ 3 તેમજ કોર્પોરેશનના કર્મચારીઓએ ઓનલાઈન હાજરી પૂરાવી પડશે. નોકરી સ્થળેથી પોતાની સેલ્ફી લઈ  smart city 311 પર મૂકવી પડશે. તે ઉપરાંત ફિલ્ડ પર કામ કરી રહેલા કર્મચારીઓએ ઓનલાઈન કામગીરીનો રિપોર્ટ રજૂ કરવો પડશે. તે ઉપરાંત જતી વખતે પણ સેલ્ફી લઈ હાજરી ભરાવી પડશે.

SMART CITY APP

એપ્લિકેશન દ્વારા થશે અધિકારીઓની એન્ટ્રી 

અનેક વખત AMCના કર્મચારીઓ સમયસર હાજર નથી થતા તેમજ વહેલા નીકળી જતા હોવાની ફરિયાદ સ્ટેન્ડિંગ કમિટીને મળતા કર્મચારી માટે નવો નિયમ લાગૂ કરાયો છે. ઘણી વાર અધિકારી પોતાની ઓફિસે ન મળતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ત્યારે પોતાના વર્કિંગ અવર્સ દરમિયાન અધિકારીઓ હાજર રહે તે માટે સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય લીધો છે. Smart city 311 એપ્લિકેશન પર સેલ્ફી લઈ પોતાની વિગતો ભરવાની રહેશે. વર્ગ 4ના અધિકારો માટે અલગથી પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. હવેથી અધિકારીઓ અને કર્મચારીઓ આ એપ્લિકેશમાં પન્ચિંગ અને પંચઆઉટ કરી સેલ્ફી લઈ હાજરી પૂરાવાની રહેશે. આ નિર્ણયથી 25 હજાર અધિકારીઓને સીધી અસર થવાની છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે