સુરતમાં હત્યાના આરોપીની કોર્ટ સંકુલની બહાર જ છરીના ઘા ઝીંકી હત્યા, બંને હત્યારા ફરાર


  • Published By :
  • Published Date : 2023-05-05 16:30:14

ડાયમન્ડ સીટી તરીકે જગવિખ્યાત સુરતમાં ગુંડાતત્વો બેફામ બન્યા છે. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉનમાં જ હત્યા, બળાત્કાર અને લૂંટની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આજે ધોળે દિવસે એક યુવકની હત્યા કરવામાં આવી છે. કોર્ટ પરિસરથી માત્ર 100 મીટરના અંતરે એક યુવકની  હત્યા કરી બંને અજાણ્યા શખસ નાસી છૂટ્યા હતા. ઘટનાને પગલે આ સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. નિર્મમ હત્યાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. 


કોર્ટમાં તારીખ માટે આવ્યો હતો યુવક


સુરત નજીકના સચિન વિસ્તારમાં રહેતો સુરજ યાદવ નામનો યુવાન સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં તારીખ ભરવા માટે કોર્ટમાં આવ્યો હતો. ત્યારબાદ તે પોતાની બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે બે અજાણ્યા ઇસમોએ સૂરજને આંતરીને તેના પર હુમલો કર્યો હતો. નોંધવા જેવી બાબત એ છે કે સુરજ યાદવની કોર્ટ પરિસરના 100 મીટરના અંતરમાં જ જાહેરમાં છરીના ઘા મારી હત્યા કરાઈ હતી. સૂરજ યાદવ લોહીલૂહાણ થઈ ગયો હતો. હુમલો કરી બે શખસ ફરાર થઈ ગયા હતા. બાદમાં ગંભીર રીતે ઘાયલ સૂરજને સ્થાનિક લોકો દ્વારા 108 બોલાવી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. આ બનાવના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે