32 વર્ષે જેલમાંથી છુટ્યા બાદ નલિની શ્રીહરને કહ્યું- "ગાંધી પરિવાર સાથે મુલાકાતની કોઈ યોજના નથી"


  • Published By :
  • Published Date : 2022-11-13 17:02:56

દેશની સૌથી લાંબી આજીવન કેદની સજા ભોગવી રહેલી મહિલા કેદી નલિની શ્રીહરને શુક્રવારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ શનિવારે વેલ્લોર જેલમાંથી મુક્ત કરવામાં આવી હતી, જેણે આરપી રવિચંદ્રન સહિત તમામ છ દોષિતોને પણ રાહત આપી છે. જેલમાંથી બહાર આવીને નલિની શ્રીહરને તમિલનાડુના લોકોનો આભાર માન્યો અને કહ્યું કે તેઓએ 32 વર્ષ સુધી તેમને સાથ આપ્યો.


નલિની શ્રીહરને શું કહ્યું?


નલિની શ્રીહરને મીડિયા સાથે વાત કરતા તેની ભવિષ્ય યોજના અંગે કહ્યું હતું કે તેમના પરિવારના તમામ સભ્યો લાંબા સમય સુધી તેમની રાહ જોઈ રહ્યા છે, અને હવે તે તેમની સાથે રહેવા માંગે છે. આ પ્રસંગે તેણે રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર પણ માન્યો હતો. અને કહ્યું તે તેમણે આ દરમિયાન ઘણી મદદ કરી છે. 


(1)ગાંધી પરિવાર સાથે મુવાકાત અંગે તેણે કહ્યું કે તેમની સાથે મુલાકાતની કોઈ યોજના નથી, તે સાથે જ તેણે તે પણ કહ્યું કે મારા પતિ જ્યાં જશે તે તેમની સાથે જ જઈશ. અમે બંને છેલ્લા 32 વર્ષથી અલગ રહ્યા છિએ.


(2)જેલમાં દોષિતોના સારા આચરણને ધ્યાનમાં રાખીને જસ્ટિસ બી આર ગવઈ અને બી વી નાગરત્નાની બે ન્યાયાધીશોની બેંચ અંગે તેમણે કહ્યું    કે તેમણે કેસની સારી રીતે અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેમણે મુક્તિનો નિર્ણય કર્યો હતો.


(3)પ્રિયંકા ગાંઘી સાથે મુલાકાત અંગે નલિનીએ કહ્યું કે પ્રિયંકા ગાંધી મને જેલમાં મળવા આવી હતી. તેમણે મને તેમના તેમના પિતાની હત્યા અંગે પુછ્યું હતું. તે તેમના પિતાને લઈ ભાવુક થઈ ગઈ અને રડવા લાગી હતી. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.