ગામડાઓમાં પણ ભાજપ સામે ઉગ્ર વિરોધ, દિયોદરમાં નમો કિસાન પંચાયતમાં ભારે હોબાળો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 16:35:47

વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની મુશ્કેલીઓ વધી રહી છે. રાજ્યનું પાટનગર ગાંધીનગર તો કર્મચારીઓ વ્યાપક વિરોધ પ્રદર્શનોના કારણે આંદોલનગર બની ગયું છે. જો કે હવે ગાંમડાઓમાં પણ ભાજપને લોકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આજે બનાસકાંઠાના દિયોદર  ભાજપના ‘નમો પંચાયત’ કાર્યક્રમમાં ભારે હોબાળો થયો હતો. 


દિયોદરમાં ભાજપની ‘નમો પંચાયત’માં ખેડૂતો અને ગૌ પ્રેમીઓનો હોબાળો


દિયોદરના આઝાદ ચોક ખાતે યોજાયેલા ભાજપના નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં ખેડૂતો અને ગૌ પ્રેમીઓએ હોબાળો મચાવ્યો હતો. સરકાર દ્વારા ગાય માટે રૂ. 500 કરોડની સહાય ન ચૂકવતા નારાજ ગૌપ્રેમીઓ વિફર્યા હતા અને ખુરશીઓ ઉછાળી હતી. બીજી તરફ લાંબા સમયથી પોતાની પડતર માગણીઓને લઈને આંદોલન કરી રહેલા ખેડૂતોએ પણ કાર્યક્રમ સ્થળે પહોંચીને હોબાળો મચાવ્યો હતો. સમગ્ર બનાવને પગલે પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો. ગૌ-સેવકોએ ગાયો માટે સરકારે ફાળવેલ સહાય આપવાની માગ કરી હતી. ગૌ પ્રેમીઓ અને ગૌ સેવકોએ ગૌ-માતાની જય બોલાવી કાર્યક્રમના સ્થળે વિરોધ નોંધાવ્યો હતો. ભારે વિરોધને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો. બાદમાં ભાજપનો નમો કાર્યક્રમ સ્થગિત કરાયો હતો. ભાજપના કાર્યક્રરોને જગ્યાએથી ઉભા કરી દેવાયા હતા અને ભાજપના બેનરો પણ હટાવી લીધા હતા. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે