નર્મદા ડેમ પોતાની મહત્તમ જળસપાટીએ પહોંચતા સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યા નીરના વધામણા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 10:38:05

રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે નર્મદા ડેમની જળસપાટી પ્રથમવખત પોતાની મહત્તમ જળ સપાટી 138.68 પર પહોંચી છે. સરદાર સરોવર ડેમ પોતાની મહત્તમ સપાટીએ પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેવડીયા જઈ જળના વધામણ કર્યા હતા. ગોરવપૂર્ણ ઘટનામાં સહભાગી બની તેમણે જીવાદોરી મનાતી નર્મદા નદીની વિધિવત પૂજા કરી હતી.


મુખ્યમંત્રીએ કરી માં નર્મદાની પૂજા

ડેમ મહત્તમ જળસપાટીએ પહોંચતા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમના 23 દરવાજા ખોલાતા નર્મદા નદીમાં 1,50,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. નવા નીરનું સ્વાગત કરવા બ્રાહ્મણો સાથે મુખ્યમંત્રી નર્મદા ડેમ ખાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ શ્રીફળ, ચુંદડી, પુષ્પો ચઠાવી માં નર્મદાની આરતી કરી નવા નીરને આવકાર્યા હતા. ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદને કારણે પાણીની આવક સતત વધી રહી છે. જેને કારણે નર્મદા ડેમ ઉપરાંત અનેક ડેમની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે