2002ના નરોડા ગામ હત્યાકાંડ કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો, માયા કોડનાની, બાબુ બજરંગી, જયદીપ પટેલ સહિત તમામ 69 આરોપી નિર્દોષ જાહેર


  • Published By :
  • Published Date : 2023-04-20 18:27:59

વર્ષ 2002 ના અમદાવાદના નરોડા ગામ હત્યાકાંડ મામલે આજે સ્પેશિયલ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. આજે નરોડા ગામ હત્યાકાંડ કેસનો 21 વર્ષે ચુકાદો આપતા કોર્ટે 69 આરોપી નિર્દોષ જાહેર કર્યો છે. આ  સાથે જ ભાજપના તત્કાલીન ધારાસભ્ય માયા કોડનાની, બાબુ પટેલ ( બાબુ બજરંગી) અને જયદીપ પટેલ સહિતના તમામ આરોપીઓને નિર્દોષ છુટકારો થયો છે.  


86 આરોપીઓની ધરપકડ થઈ હતી


28 ફેબ્રુઆરી 2002ના રોજ એટલે કે ગોધરાકાંડ બાદના બીજા દિવસે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જે દરમ્યાન અમદાવાદના નરોડા ગામ વિસ્તારમાં ફાટી નીકળેલા તોફાનોમાં 11 લોકોના મોત નિપજ્યા હતા. સમગ્ર કેસમાં કુલ 86 આરોપીઓની ધરપકડ કરાઈ હતી.જેમાં ભાજપના તત્કાલીન ધારાસભ્ય માયા કોડનાની, બાબુ પટેલ ( બાબુ બજરંગી) અને જયદીપ પટેલ સહિતના લોકોની ધરપકડ કરાઈ હતી. સમગ્ર કેસની તપાસ SIT એ કરી હતી. આ કેસમાં બચાવ પક્ષ તરફથી 58 સાક્ષીઓ જ્યારે ફરિયાદ પક્ષ તરફથી 187 સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા. વિશેષ અદાલતના ન્યાયમૂર્તિ એસ.કે બક્ષી આ મહત્વનો ચુકાદો આપ્યો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે