ભાજપ સરકાર માત્ર દેખાડો કરે છે, સાચા ગુનેગારો ભયમુક્ત ફરે છે: રેશ્મા પટેલ


  • Published By :
  • Published Date : 2022-11-01 17:54:31


મોરબી બ્રિજ દુર્ઘટના બાદ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાહાકાર મચ્યો છે. શાસક અને વિરોધ પક્ષના વિવિધ નેતાઓ મોરબીની મુલાકાતે રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી પણ મોરબીની મુલાકાતે આવ્યા છે. તેમણે દુર્ઘટના સ્થળ અને હોસ્પીટલમાં જઈ ઘાયલોના ખબરઅંતર પુછ્યા હતા. જો કે પીએમ મોદીની આ મુલાકાતનો વિરોધપક્ષના નેતાઓ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો.  NCPના નેતા રેશ્મા પટેલ પણ મોરબીની મુલાકાતે છે. પીએમ મોદીનો વિરોધ કરી રહેલા રેશ્મા પટેલની દુર્ઘટના સ્થળેથી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.


રેશ્મા પટેલના ભાજપ સરકાર પર ચાબખા 


પ્રધાન મંત્રી મોદીનો વિરોધ કરી રહેલા રેશમા પટેલે ભાજપ સરકાર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપ સરકાર દ્વારા દેખાડો કરવામાં આવે છે અને સાચા ગુનેગારો ભયમુક્ત ફરે છે. સરકાર ચૂંટણી જીતવા માટે  માનવ જમાવડાં થાય એવા ઘણા બધા પ્રવાસન સ્થળો ઉપર જે નક્કર વ્યવસ્થા અને દેખરેખ કરવાની હોય એ કરતી નથી. માનવ જીવનને મૂલ્ય વગરનું કરી દીધું છે, આવી દુઃખદ ઘટનાઓમાં લોકોના જીવ ગુમાવ્યા પછી મનોમંથનની જરૂર નથી, પરંતુ ઘટનાઓ ના બને એ પેલા જ સરકારે ચિંતન કરવાની જરૂર છે. મોરબીમાં વડાપ્રધાનની મુલાકાત માત્ર રાજકીય લાભનો રસ્તો બનીને ના રહે એ વિનંતિ કરું છું અને સાચા ગુનેગારોને દબોચવા માંગ કરું છું. ઓરેવા કંપનીના મુખ્ય જવાબદાર વ્યક્તિઓની ધરપકડ કરવાની પણ અમે માંગ કરીએ છીએ.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે