વાવાઝોડાએ મચાવેલી તબાહી બાદ સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા NDRF આવી મેદાનમાં! NDRF ટીમે સંભાળ્યો મોરચો! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-16 12:48:35

જ્યારે કોઈ કુદરતી આફત દેશ પર આવતી હોય છે ત્યારે બચાવની કામગીરી માટે એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમની મદદ લેવામાં આવતી હોય છે. ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ આવ્યું અને તે દરમિયાન રેસ્ક્યુ માટે તેમજ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ ટીમોને તૈનાત કરવામાં આવી હતી. બિપોરજોય વાવાઝોડું ગયું પરંતુ પોતાની પાછળ તબાહી છોડતું ગયું. ત્યારે બચાવ કામગીરીના દ્રશ્યો સામે આવ્યા છે જે તમારૂં દિલ જીતી લેશે. દ્વારકા સહિત અનેક જગ્યાઓ પરથી આવા દ્રશ્યો સામે આવ્યા છે.    


સ્થળાંતર વખતે લોકોને કરી હતી મદદ!     

ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાના ખતરાને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું હતું. વાવાઝોડા બાદ વિનાશના દ્રશ્યો ધીમે ધીમે સામે આવી રહ્યા છે. વૃક્ષ તેમજ વીજપોલ ધરાશાયી થયાની માહિતી સામે આવી હતી. વરસાદનો ખતરો પણ ગુજરાત પર મંડરાઈ રહ્યો છે. વાવાઝોડાની ગંભીરતાને પગલે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન પણ પોલીસ તેમજ આ ટીમે માનવતા મહેકાવી હોય તેવા વીડિયો તેમજ ફોટા સામે આવ્યા હતા. ત્યારે હવે એનડીઆરએફની ટીમના વીડિયો સામે આવ્યા છે જેમાં લોકોને પોતાના ખભે બેસાડી સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવી રહ્યા છે.           

ખભે બેસાડી લોકોને કરી મદદ!

દ્વારકા, કચ્છ સહિતના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાનો ખતરો સૌથી વધારે હતો. વાવાઝોડાએ લેન્ડ ફોલ કરી લીધું છે અને આગળ પણ વધી ગયું છે. બિપોરજોયની ગંભીરતાને જોતા ગુજરાતમાં NDRFની તેમજ SDRFની ટીમ તૈનાત કરવામાં આવી હતી તે ઉપરાંત સેનાના જવાનોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા હતા. વાવાઝોડા પહેલા જ્યારે લોકોનું સ્થળાંતર કરવામાં આવતું હતું તે દરમિયાન તો આ ટીમોએ પ્રશંસનિય કામગીરી કરી હતી પરંતુ તે બાદ સર્જાયેલી તબાહીને પહોંચી વળવા પણ કામે લાગી છે. વાવાઝોડાથી પ્રભાવિત થયેલા વિસ્તારોમાં ટીમ ક્યાંક વૃક્ષોને હટાવવાની કામગીરી કરી રહી છે તો કોઈ જગ્યાઓ પર લોકોને ખસેડવામાં મદદ કરી રહી છે. ત્યારે સંકટ સમયે આ લોકો દેવદૂત બની મદદ માટે પડખે ઉભા રહે છે.       



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે