નીતુ સિંહએ પતિની યાદમાં કરી એક ઈમોશનલ પોસ્ટ !


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 18:12:57

નીતુ સિંહએ પતિની યાદમાં સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ કરી. રિશી કપૂરનું અવસાન 30 એપ્રિલ, 2020ના રોજ થયું હતું. તેમને લ્યૂકેમિયા હતું.

 

શું હતી પોસ્ટ ?

નીતુએ રિશી કપૂરનો એક ફોટો મૂક્યો જેમાં તેમના મોઢા પર આંગડી રાખેલી હતી અને આખો બંધ હતી. આ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શૅર કરીને કહ્યું હતું, તમારો અવાજ યાદ આવે છે, અહીંયા ઘણી જ શાંતિ છે. ચાહકોથી લઈ સેલેબ્સ સહિતે આ પોસ્ટ પર કમેન્ટ કરી હતી અને નીતુ સિંહને સ્ટ્રોંગ રહેવાનું કહ્યું હતું.


 

નીતુ પતિના અવસાન બાદ ડિપ્રેશનમાં હતા.

થોડા મહિના પેહલા એક  ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે જ્યારે રિશીનું અવસાન થયું ત્યારે તે ડિપ્રેશનનો ભોગ બન્યાં હતાં. આમાંથી બહાર નીકળવા માટે તેમણે ડૉક્ટરની મદદ લીધી હતી.

હાલતો નીતુ સિંહ ડાન્સ રિયાલિટી શોમાં જજ બન્યાં છે. નીતુ સિંહ હાલમાં દાદી બનવાના છે. દીકરા રણબીર કપૂરની પત્ની આલિયા ભટ્ટ હાલમાં પ્રેગ્નન્ટ છે. રણબીર તથા આલિયાએ એપ્રિલ, 2022માં લગ્ન કર્યા હતા.






ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે